બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot important decision of the school management board to curb Corona

સચેત / કોરોનાને ડામી દેવા શાળા સંચાલક મંડળનો મહત્વનો નિર્ણય, આ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

Kishor

Last Updated: 05:35 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટથી કોરોનાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં શાળા સંચાલક મંડળ દ્વારા સ્વનિર્ભર શાળાઓમાં હવે ફરી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.

  • રાજકોટથી કોરોનાને લઈને મહત્વનો નિર્ણય 
  • સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત 
  • બાળકોને તાવ કે શરદી હશે તો શાળામાં જ આઇસોલેટ કરવા લેવાયો નિર્ણય

એકબાજુ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાનાં કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી રહી છે ઉપરાંત મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. તેવામાં કોરોના સામે આગમચેતીના ભાગરૂપે રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે.


 

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય

રાજકોટથી કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાશે. એટલું જ નહીં જે પણ બાળકોને તાવ કે શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મૂકવા વાલીઓને અપીલ કરી છે
 

ફરી માસ્કનો નિયમ લાગુ!

હવે વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવુએ હતા.પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યાં હોવાથી આગમચેના ભાગરૂપે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ