બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Health Department raids on duplicate mustard seed godown

'નકલી'થી સાવધાન / મસાલા ભરતા પહેલા ચેતજો : રાજકોટમાં રાઈને કાળો કલર કરી વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

Khyati

Last Updated: 03:26 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જૂના માર્કેટયાર્ડમાંથી મળી આવ્યુ ડુપ્લીકેટ રાઇનું ગોડાઉન, આરોગ્ય વિભાગે દરોડા પાડી કરી કાર્યવાહી

  • રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડમાં દરોડા
  • મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે દરોડા
  • આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ રાઇ પકડી પાડી

હાલમાં મસાલા ભરવાની  સિઝન ચાલી રહી છે. રોડ પર ઠેર ઠેર ખરીઓ જોવા મળી રહી છે.  ગૃહિણીઓ આ સિઝનમાં બારેય મહિના માટેના મસાલા ભરે છે. ત્યારે આ તકનો લાભ ઉઠાવીને કેટલાક નફાખોરો  લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરતા ખચકાતા નથી.તમે જે પણ વસ્તુ ખરીદી રહ્યા છો તેની ગુણવત્તાની ખરાઇ અને ચકાસણી કરવી જરુરી થઇ પડે છે.ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ રાઇ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આમ તો જાણીને એમ થાય કે રાઇમાં ડુપ્લીકેટ શું હોય.  જેમ મરી બનાવવા માટે પપૈયાના બીજ વાપરવામાં આવે છે તેવી જ રીતે અહીં, હલકી ગુણવત્તા ધરાવતી રાઇને હાઇ ક્વોલિટી  રાઇ કહીને વેચાણ કરવામાં આવતુ હતું.

ક્યાંથી મળી આવી ડુપ્લીકેટ રાઇ ?

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા જૂના માર્કેટ યાર્ડમાં દરોડા પાડતા ડુપ્લીકેટ રાઇનો જથ્થો મળી આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ડુપ્લીકેટ રાઇ બનાવતુ ગોડાઉન ઝડપાયુ.. અહીં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ રાઇનો જથ્થો મળી આવ્યો. તપાસ કરતા માલુમ પડ્યુ કે જે હલકી ગુણવત્તા ધરાવતી રાઇ હતી તેની પર કલર ચઢાવીને વેચાણ કરતા હતા.

આ રીતે બનાવતા ડુપ્લીકેટ રાઇ ? 

રાઇનો ઉપયોગ શેમા ન થાય ? રસોડામાં બનતી દરેક વાનગીમાં રાઇ તો વપરાય જ.  ત્યારે નફાખોરોએ આ તકનો લાભ ઉઠાવીને  ડુપ્લીકેટ રાઇ બનાવવાનું શરુ કરી દીધુ.  આરોગ્ય વિભાગ દ્વારા દરોડો પાડતા મોટી માત્રામાં હલકી ગુણવત્તા ધરાવતી રાઇનો જથ્થો મળી આવ્યો. આ એવી રાઇ હતી જે ફેંકી દેવાની હોય. તેના બદલે તેઓ રાઇ પર કલર ચઢાવીને સારી ક્વૉલિટી રાઇ કહીને બજારમાં વેચાણ કરતા હતા.વીટીવી ન્યૂઝ સાથે રાજકોટના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે આવી રાઇ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ રાઇ ખાવાલાયક હોતી નથી તેવામાં તેની પર કલર ચઢાવવામાં આવે છે. જેનાથી કેન્સર થવાની પણ શક્યતા છે. આરોગ્ય વિભાગે વિઝિલન્સ પોલીસને સાથે રાખીને દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સ્પેશિયલ મશીન પણ મળી આવ્યુ

રાઇને સારી ક્વૉલિટીની બનાવવા માટે એક મશીન પણ ગોડાઉનમાંથી મળી આવ્યુ. જેમાં ખરાબ રાઇ ઉપર કલર કરવામાં આવતો હતો.  જ્યારે આરોગ્ય વિભાગે આ રાઇની ચકાસણી કરી તો રીતસર કલર હાથમાં ચોંટી ગયો હતો. 

 

નકલીથી સાવધાન !

ત્યારે અહીં સવાલ એ થાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો પરવાનો કોણે આપ્યો ? ક્યારે આવા નફાખોરો સામે કરાશે લાલ આંખ ?  રાજકોટમાં તો આરોગ્ય વિભાગ દ્વારા ડુપ્લીકેટ રાઇનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પરંતુ આ રાઇ રાજ્યના અનેક ખૂણે સપ્લાય કરી હશે તેનું શું ? ડુપ્લીકેટ રાઇ બનાવનારા પર ક્યારે પોલીસ સંકજો કસશે ? ઠેર ઠેર મસાલાની ખરીઓ ખૂલી ગઇ છે તે મસાલા ગુણવત્તાયુક્ત છે કે નહી તે કોણ જોશે ?  હજી તો આ એક જ ગોડાઉન ઝડપાયુ છે આવા તો કેટલાક ગોડાઉનમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે તેનું શુું? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ