બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Coinman's Unique Frame: 72 Photos Age-wise of PM, 195 Country Coins Kachkade Kandarya, Saffron Khes Stamped with Rupees

અનોખી ભેટ / રાજકોટના કોઈનમેનની અનોખી ફ્રેમ: PMની ઉંમર મુજબ 72 ફોટા, 195 દેશના કોઇન્સ કચકડે કંડાર્યા , ભગવો ખેસ રૂપિયાથી મઢ્યો

Vishal Khamar

Last Updated: 07:31 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોઈનમેન તરીકેની આગવી ઓળખ ધરાવતા વ્યક્તિએ PM માટે અનોખી ફ્રેમ બનાવી છે. જેમાં તેઓએ વડાપ્રધાનની 72 વર્ષની ઉંમર મુજબ 72 ફોટા, 1950માં જન્મ હોવાથી 1950નો કોઈન અને 195 દેશના કોઇન્સ મઢયા છે. તેમજ PM-CM માટે ભગવો ખેસ પણ બનાવ્યો છે.

  • રાજકોટનાં કોઈનમેને PM માટે બનાવી અનોખી ફ્રેમ
  • ધીરેન્દ્ર શાસ્ત્રી,સીઆર પાટીલ સહિત અનેક હસ્તીઓને આપી ચૂક્યા છે ભેટ
  • વિશ્વમાં દેશનું નામ રોશન કરતા હોવાથી 195 દેશના કોઇન્સ ફ્રેમમાં મઢયા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે હીરાસર એરપોર્ટ સહિત કુલ રૂ. 2200 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેને લઈ રંગીલા રાજકોટીયનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌકોઈ વડાપ્રધાનને કંઇક ને કઈંક ભેંટ આપવા ઉત્સુક છે. તો શહેરમાં કોઈનમેન તરીકે જાણીતા નરેન્દ્ર સોરઠીયાએ પણ વડાપ્રધાનનાં સ્વાગત માટે અનોખી ફ્રેમ બનાવી છે. જેમાં પ્રધાનમંત્રીની 72 વર્ષની ઉંમર મુજબ 72 ફોટા, 1950માં જન્મ હોવાથી 1950નો કોઈન અને 195 દેશના કોઇન્સ મઢયા છે. આ સાથે જ તેમણે PM-CM માટે ખાસ ભગવો ખેસ પણ બનાવ્યો છે. અને આ ભેટ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને પોતાના હાથે આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ તેમના કાર્યમાં તેના મિત્ર અમિત મહેતાએ પણ જરૂરી મદદ પુરી પાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

નરેન્દ્ર સોરઠીયાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાનનાં ખૂબ મોટા પ્રશંસક છે. વર્ષોથી સિક્કા એકઠા કરતા હોય તેમને પ્રધાનમંત્રી માટે કંઈક અનોખી ગિફ્ટ તૈયાર કરવા વિચાર આવ્યો હતો. જેને પગલે તેમણે પોતાના સિક્કા કલેક્શન અને દિવસોની મહેનત બાદ એક અનોખી ફ્રેમ તૈયાર કરી છે. પોતે તૈયાર કરેલી આ ફ્રેમમાં વડાપ્રધાનની ઉંમર, જન્મનું વર્ષ અને તેમના વિદેશપ્રવાસને સિક્કાઓ સાથે આવરી લીધા છે. જેમાં પ્રધાનમંત્રીની 72 વર્ષની ઉંમર મુજબ 72 અલગ-અલગ ફોટા મુક્યા છે. તેમજ વડાપ્રધાનનો જન્મ 1950માં જન્મ હોવાથી 1950નો કોઈન આ ફ્રેમની શરૂઆતમાં મુક્યો છે. તો વડાપ્રધાન અવારનવાર વિદેશ પ્રવાસ કરે છે. અને વિશ્વમાં દેશનું નામ રોશન કરતા હોવાથી 195 દેશના કોઇન્સ ફ્રેમમાં મઢયા છે.

ભૂપેન્દ્ર પટેલ માટે પણ આકર્ષક ખેસ તૈયાર કર્યો

પોતે તૈયાર કરેલી આ ફ્રેમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝીલ, કેન્યા, કેનેડા, ટાનઝાનિયા, ઝીમ્બાવે સહિત વિશ્વના 195 દેશના કોઇન્સ ફ્રેમમાં ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઇન્સનાં કચકડે કંડારી વડાપ્રધાન માટે ખાસ કેસરિયો ખેસ બનાવ્યો છે. જેમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાચીન કોઇન્સ મુકયા છે. તેમજ તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં આવનાર હોવાથી તેમના માટે ભગવા કલરનો એક આકર્ષક ખેસ તૈયાર કર્યો છે. આ ગિફ્ટ વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે PMO અને સ્થાનિક ભાજપ આગેવાનોને પણ પોતે રજુઆત કરી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. સાથે જ આ માટે તેમણે કરેલા ખર્ચ કરતા વડાપ્રધાન સુધી આ ગિફ્ટ પહોંચે તેની ખુશી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વિવિધ દેશોનાં સિક્કાઓ અને ચલણી નોટો એકઠી કરવાનો અનોખો શોખ
ઉલ્લેખનીય છે કે, મૂળ ઉનાનાં અને હાલમાં રાજકોટનાં લક્ષ્મીવાડીમાં રહેતા નરેન્દ્રભાઈ સોરઠીયા વિવિધ દેશોનાં સિક્કાઓ અને ચલણી નોટો એકઠી કરવાનો અનોખો શોખ ધરાવે છે. અને પોતાનો આ શોખ પૂરો કરવા માટે નરેન્દ્રભાઈએ પોતાની જીવનભરની તમામ કમાણી ખર્ચી નાખી છે. ફોટો ફ્રેમિંગ, ગિફ્ટ આર્ટિકલનું કામ કરી તેનું ગુજરાન ચલાવતા નરેન્દ્રભાઈને 12 વર્ષની ઉંમરે આ શોખ લાગ્યો હતો. અને પોતાના આ શોખ માટે તેમણે પરસેવાની કમાણીનાં લાખો રૂપિયા ખર્ચી 220 દેશના કુલ 1.50 લાખ કરતા વધુ સિક્કાઓ જ નહીં 140 દેશોની ચલણી નોટો એકઠી કરી છે. એટલું જ નહીં હાલમાં પણ તેઓ પોતાની પાસે ન હોય તેવા સિક્કાઓ કોઈપણ કિંમતે ખરીદવા તૈયાર રહે છે. તાજેતરમાં રાજકોટ આવેલા બાબા બાગેશ્વર સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. અને તેમને પણ ખાસ ગિફ્ટ આપી હતી. ત્યારે પ્રધાનમંત્રી તેમની ભેંટ સ્વીકારે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી,સીઆર પાટીલ સહિત અનેક હસ્તીઓને આપી ચૂક્યા છે ભેટ
આ પહેલા નરેન્દ્ર સોરઠીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આવો ખેસ ભેટ આપ્યો હતો. જે જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા.આ ઉપરાંત તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પણ આ ખાસ ખેસ બનાવી ભેટ આપી ચૂક્યા છે અને તેઓ પણ નરેન્દ્ર સોરઠિયાનું વિશ્વના તમામ દેશની ચલણી નોટ અને સિક્કાઓનું કલેક્શન જોઈને ખૂબ પ્રભાવિત પણ થયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ