બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Co-op leader Mahesh Asodaria Speculators IPL match

સટ્ટો / સૌરાષ્ટ્રના સહકારી જગતમાં હડકંપ, આ મોટા પ્રતિનિધિ જ નીકળ્યા બુકી, આવી રીતે ફૂટ્યો ભાંડો

Vishnu

Last Updated: 09:02 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો સહકારી આગેવાન મહેશ આસોદરિયા, પોલીસ તપાસમાં રાજકોટ અને મુંબઈના 3 બુકીઓના નામ ખુલ્યા

  • સૌરાષ્ટ્રના સહકારી જગતમાં ખળભળાટ
  • જિલ્લા બેન્કના પ્રતિનિધિ બુકી નીકળ્યા
  • રાજકોટ-લોધિકા સંઘના મહેશ આસોદરિયાનુ નામ ખુલ્યુ

હાલ સમગ્ર દેશમાં આઈ પી એલ ક્રિકેટ ફીવર ચરસીમાંએ પહોંચ્યો છે. ભારતીય નવી પેઢીને વર્લ્ડ લેવલના ક્રિકેટરો સાથે રમવાની તક આપતી આઈ પી એલ સટોડિયા માટે ગેરકાયદેસર રૂપિયા છાપવાની સોનેરી તક આપે છે. લોકોને સટ્ટાની લત  લગાવતા બુકીઓ અને સટોડિયા IPLમાં લાખોની હેરાફેરી કરી લે  છે. 

પૂછપરછમાં 3 બુકીઓના નામ ખુલ્યા
રાજકોટમાં IPLના સટ્ટા પર ક્રાઇમ બ્રાંન્ચ સતત વોચ ગોઠવીને બેઠી છે.જેમાં વિરાણી અધાટ વિસ્તારમાં મેચ પર સટ્ટો રમતા બે ઈસમો પકડાયા હતા. કુવાડવા રોડ પરથી પ્રતિક ટોપીયા અને હાર્દિક તારપરાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જેમાં બંનેની પૂછપરછમાં વધુ 3 બુકીઓના નામ ખુલ્યા છે. જેમાં રાજકોટના મહેશ આસોદરિયા અને અજય પીઠીયાનું તેમજ અન્ય 1 એક મુંબઈના બુકી હિમાંશું પટેલની શોધખોળ હાથ ધરાઇ છે.

મહેશ આસોદરિયા ક્રિકેટનો સટ્ટો રમાડતો..!
સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવતા સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે તેમણે રાજકોટ-લોધિકા સંઘના મહેશ આસોદરિયાનું બુકી તરીકે નામ આપ્યું છે. સહકારી આગેવાન મહેશ આસોદરિયા ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો તેવી વાત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે ક્રાઈમ બ્રાન્ચ હાલ મહેશ આસોદરિયા તેમજ અન્ય 2 બુકીઓની શોધખોળ કરી રહી છે. ધરપકડ બાદ વધુ ખુલાસાઓ થયા તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.રાજકોટમાં IPLના ઓનલાઈન સટ્ટા પર ક્રાઇમ બ્રાંચે ગઈરાત્રે દરોડા પાડયા હતા. 

જયેશ રાદડિયા દ્વારા તેમનું આગળ બેન્ક પ્રતિનિધિમાં મુકાયું હતું: નીતિન ઢાંકેચા, ભાજપ નેતા
મહત્વનું છે કે એક જૂથ દ્વારા બેન્ક પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની ભલામણ કરાઈ હતી. સમગ્ર ઘટના બહાર આવતા ભાજપ નેતા નીતિન ઢાંકેચાનો સંપર્ક પણ વીટીવી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી  મહેશ આસોદરિયા ભાજપમાં આવ્યા છે. જયેશભાઈ રાદડિયા દ્વારા તેમ છતાં પણ રાજકોટ જિલ્લા બેંકમાં પ્રતિનિધિ તરીકે તેમનું નામ આગળ ધરવામાં આવ્યું હતું. જેનો અમે વિરોધ પણ કર્યો હતો અને રજૂઆત કરી હતી કે મહેશ આસોદરિયાને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. જે સરકારી પ્રતિનિધિઓ બેન્કમાં મૂકવાના હોય છે તે પાર્ટીના કસાયેલા કાર્યકર હોવા જોઈએ. પણ પાર્ટીની અંદર ખોટી રીતે ખોટી રજૂઆત કરી ઉપરના આગેવાનોને ગેરમાર્ગે દોરી આવા નામ મૂકવામાં આવે છે. જે તે વખતે પણ આ બધી જ રજૂઆતો ઉપર સુધી કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ