બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Rajasthan MehendiPur Balaji temple can help in the exorcism of evil spirits

હનુમાન જન્મોત્સવ / ભૂત-પ્રેત ભગાવતા બાલાજી હનુમાન: પ્રસાદ મંદિરમાં જ ફેંકી દેવાનું, પાછળ વળીને જોવાનું નહીં, બે વાગ્યે લાગે છે દરબાર

Vaidehi

Last Updated: 09:51 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan MehendiPur Balaji Temple:માન્યતા અનુસાર રાજસ્થાનમાં હનુમાનદાદાનાં આ ચમત્કારી મંદિરમાં ભૂત-પ્રેતોનો ઈલાજ કરવામાં આવે છે. પરંતુ લોકોને કેટલાક ચોક્કસ નિયમો પાળવા પડે છે.

  • રાજસ્થાનનાં મેહંદીપુર બાલાજીનું મંદિર છે પ્રખ્યાત
  • ભૂત-પ્રેતનાં ઈલાજ માટે પ્રખ્યાત છે હનુમાનદાદાનું મંદિર
  • કેટલાક ચોક્કસ નિયમોનું કરવું પડે છે પાલન

રાજસ્થાનમાં સાલાસર બાલાજી, મોતી ડૂંગરી, બ્રહ્માજી મંદિર જેવા અનેક ચમત્કારી મંદિરો આવેલા છે પરંતુ એક એવું મંદિર છે જ્યાં પહેલીવખત આવતાં ભક્તો ડરી જાય છે. મંદિરમાંથી ચીસોની ભયાનક અવાજો આવે છે. રાજસ્થાનનાં દોસા જિલ્લામાં આવેલું મેહંદીપુર બાલાજી મંદિર ભૂત-પ્રેતોનાં ઈલાજ માટે પ્રખ્યાત છે. અહીં તમને અનેક વિચિત્ર પ્રકારનાં દ્રશ્યો જોવા મળશે જેને પ્રથમ વખત જોયા બાદ અનેક લોકો ગભરાઈ જતાં હોય છે. 

2 વાગ્યે કરવામાં આવે છે કીર્તન
ભૂત-પ્રેત વગેરે ઉપરી બાધાઓનાં નિવારણ માટે અહીં આવનારા લોકોની ભીડ રહેતી હોય છે. આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવબાબા એટલે કે કોતવાલ કપ્તાનની મૂર્તિ છે. દરરોજ 2 વાગ્યે પ્રેતરાજ સરકારનાં દરબારમાં કીર્તન થાય છે જેમાં લોકોમાં વસેલી આત્મા કે ભૂતને દૂર કરવામાં આવે છે.

ભૂત-પ્રેતનો ઈલાજ કરવામાં આવે છે
જયપુરથી આશરે 100 કિલોમીટરનાં અંતર પર આવેલું આ મેહંદીપુર બાલાજીનું મંદિર ભગવાનનાં 10 મુખ્ય સિદ્દપીઠોમાંનું એક માનવામાં આવે છે. લોકો કહે છે કે આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં બિરાજમાન છે. એ જ કારણ છે કે જો કોઈ ભક્ત પર ભૂત-પ્રેતનો પ્રભાવ જોવા મળે છે તો તે આ મંદિર આવવાથી દૂર થાય છે.

હનુમાનદાદા પાસે આવે છે ભૂત
અહીં આવતા ભક્તો જણાવે છે કે જે વ્યક્તિઓમાં ખરાબ આત્માઓ કે ભૂત-પ્રેતનો વાસ હોય છે તે આ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ ચીસો પાડવા લાગે છે. પછી ખરાબ આત્માઓ તે વ્યક્તિનું શરીર છોડીને તેમાંથી બહાર નિકળી જાય છે. લોકો અનેક વર્ષોથી ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા દૂર-દૂરથી અહીં આવે છે. કહેવામાં આવે છે કે બાલાજી મહારાજનાં હજારો લોકો  અહીં બાલાજીનાં નિત્યા લાગતાં ભોગની સુગંધથી જ તૃપ્ત થાય છે. તેથી ભૂતપ્રેતથી પીડાતા લોકો અહીં આવે છે અને સાજા થઈને જાય છે.

ભક્તોને થાય છે અલગ અનુભવ
મંદિરની સૌથી સારી વાત છે અહીંનું વાતાવરણ..મંદિરમાં જનારા ભક્તો જણાવે છે કે તેમણે મંદિરમાં અલગ-અલગ પ્રકારનાં વાતાવરણનો અનુભવ કરે છે. માન્યતા છે કે જ્યારે પણ લોકો મંદિર જાય ત્યારે ખાવાની કોઈપણ ચીજ જેમ કે પ્રસાદ કે પાણીની એક બૂંદ પણ પાછી લઈને ન આવવી જોઈએ. અહીં લોકો સાથે વાત કરવામાં આવતી નથી કે તેમને અડવામાં આવતું નથી. 

શું છે મંદિરનાં નિયમો?

  • મંદિરની અંદર અજાણ્યા લોકોને ન અડશો કે વાતચીત ન કરશો.
  • મંદિરની અંદર કંઈપણ ખાવા-પીવાની મનાઈ છે.
  • મંદિરમાં જવાથી પહેલા ડુંગળી કે નોન વેજ ન ખાવું.
  • ઘર પાછા જતાં સમયે મંદિરમાંથી કોઈપણ ખાવાની ચીજ કે પાણી પાછું લઈ જવું નહીં.
  • મંદિરમાંથી નિકળ્યાં પછી પાછળ ફરીને જોવું નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ