બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / rajasthan election who will cm face of bjp in rajasthan jp nadda gave this answer

Rajasthan Election / જો રાજસ્થાનમાં ભાજપની જીત થઇ તો કોણ હશે CMનો ચહેરો? જુઓ શું કહ્યું જે.પી નડ્ડાએ

Dinesh

Last Updated: 11:12 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: જે પી નડ્ડાએ કહ્યું કે, અમારી પાસે સીએમ ચહેરાઓની કોઈ કમી નથી. અમારા મુખ્યમંત્રી અહી 10થી20 મિનિટમાં નક્કી થઈ જાય છે.

  • રાજસ્થાનમાં ભાજપની જીતને લઈ જે પી નડ્ડાનું નિવેદન
  • 'ભાજપમાં સીએમ 10થી20 મિનિટમાં નક્કી થઈ જાય છે'
  • ભાજપએ રાજસ્થાનમાં સાંસદોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા


Rajasthan Election 2023: રાજસ્થાનમાં ભાજપની બહુમતી આવે તો મુખ્યમંત્રી કોણ બનશે તેવું સૌ કોઈ વિચારી રહ્યાં છે, જેને લઈ અનેક રાજકીય નિષ્ણાંતો અનેક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આ વખતે ભાજપે દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાલકનાથ, દેવજી પટેલ સહિત સાસંદોને ભાજપે મેદાને ઉતાર્યા છે. જેમને વિધાનસભા ચૂંટણી લડવાનો અનુભવ પણ નથી. વિધાનસભા ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.  

ભાજપના નવા અધ્યક્ષ માટે નહીં થાય ચૂંટણી, જેપી નડ્ડાને મળશે એક્સટેન્શન | no  election in bjp for party president jp nadda would remain till 2024


 
 ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે ?
એક ઈન્ટરવ્યુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પૂછવામાં આવ્યું કે, રાજસ્થાનમાં જીત્યા બાદ ભાજપ કોન મુખ્યમંત્રી બનાવશે ? આ સવાલના જવાબમાં જે પી નડ્ડાએ કહ્યું કે, અમારી પાસે સીએમ ચહેરાઓની કોઈ કમી નથી. અમારા મુખ્યમંત્રી અહી 10થી20 મિનિટમાં નક્કી થઈ જાય છે. આ દરમિયાન કોંગ્રેસ સરકારે પણ નિશાન સાંધ્યું હતું કે, નડ્ડાએ કહ્યું કે, ગેહલોત સરકાર દરમિયાન દેવી દેવતાઓના મંદિરો તોડી પાડવમાં આવ્યા હતા.

બીજેપી નેતાએ શું કહ્યું ?
આ તમામ અટકળો અને અનુમાન વચ્ચે રાજસ્થાનમાં ભાજપ તરફથી માત્ર વસુંધરા રાજે જ સીએમ ચહેરો બની શકે છે. આ અંગે બીજેપીના એક નેતાએ કહ્યું કે, પાર્ટી ટૂક સમયમાં જ ભાજપના સીએમ ઉમેદવાર વસુંધરા રાજેની જાહેરાત કરી શકે છે. જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાને સીએમ ચહેરો નકાર્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ રાજસ્થાનની ચૂંટણી પહેલા ભાજપે સીએમ ઉમેદવારને લઈ એક સર્વે પણ કરાવ્યો હતો. જે સર્વેમાં સામે આવ્યું હતું કે, ભાજપ જો વસુધરા રાજેને મુખ્યયમંત્રી બનાવે તો ફાયદો થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ