બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainy weather in Gir Somnath coastal villages Veraval, Sutrapada, Kodinar, Una

માવઠું / સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો, ખેડૂતોમાં વધી ચિંતા: જાણો ક્યાં ક્યાં છે માવઠાની આગાહી

Dinesh

Last Updated: 08:53 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain: ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે

  • રાજ્યના વિવિધ વિસ્તારમાં હવામાનમાં પલટો
  • ગીર સોમનાથમાં જામ્યો વરસાદ
  • સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદ


રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમા હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.  

ગીર સોમનાથમાં વરસાદ
ગીર સોમનાથના દરિયાપટ્ટીના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે.જો કે, આ કમોસમી વરસાદની પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. બીજી તરફ કમોસમી મુસીબતની આગાહીને લઈ પાક નુકસાનની ભિંતી સેવાઈ રહી છે.

આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં વરસાદની આગાહી, મહેસાણા, નવસારી સહિતના  જિલ્લાઓને ધમરોળશે | Rain forecast in these districts of Gujarat in the next  24 hours, see what the Meteorological ...

આ જિલ્લામાં વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે

આજથી 3 દિવસ ગુજરાત માટે અતિભારે: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,  જાણો કયા-કયા વિસ્તારો પર માવઠાનું સંકટ | heavy rain forecast in gujarat  from today

વાતાવરણમાં પલટો
કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ