બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rainy weather in Ganesh festival. Sales of idols decline, yet eco-friendly idols gain traction
Vishal Khamar
Last Updated: 05:31 PM, 18 September 2023
ADVERTISEMENT
વડોદરામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં 50 ટકા ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું વેચાણ થયું છે. આ વખતે વરસાદને કારણે મૂર્તિઓનાં વેચાણમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. જેમાં પીઓપી કરતા માટીની મૂર્તિઓ વધુ મોંધી છે. ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓને પસંદ કરી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
પીઓપી કરતાં માટીની ગણેશ મૂર્તિઓ કિંમતમાં વધુ મોંઘી
ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં આનંદ છે. ઈકો ફ્રેંડલી મૂર્તિઓનું પચાસ ટકા વેચાણ થયું છે. મૂર્તિકારોનાં કહેવા મુજબ વરસાદને કારણે મૂર્તિઓનાં વેચાણમાં ઘટાડો થયો છે. પીઓપી કરતા માટીની ગણેશ મૂર્તિઓ કિંમતમાં વધુ મોંધી છે. સૌથી વધુ કિમતમાં બાવીસ, અઢાર અને પંદર હજાર સુધીની મૂર્તિઓ વેચાઈ રહી છે. ભક્તો માટીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ પસંદ કરીને ખુશ જણાઈ રહ્યા છે. ગણેશ ભક્તો દ્વારા પર્યાવરણની જળવાઈ રહે એટલે લોકો માટીની મૂર્તિઓ ખરીદે છે. ગણેશ ચતુર્થીને લઈ લોકો ઉત્સાહભેર ગણેશને પોતાનાં ઘરે લઈ જવા આતુર છે.
હું ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પસંદ કરૂ છુંઃ સંગીતાબેન પટેલ
આ બાબતે ગણેશજીની મૂર્તિ લેવા ગયેલ સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, હું ગણેશજીની મૂર્તિ લેવા માટે આવી છું. હું ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પસંદ કરૂ છું. જેને લીધી પોલ્યુશન ન થાય. અને માટીનાં ગણેશજીની મૂર્તિ લઈએ તો વધારે યોગ્ય છે. મૂર્તિ કેવી રીતે આકર્ષક લાગે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે મૂર્તિમાં મોદક હોવો જોઈએ. ડાબી બાજુની સૂંઢ હોવી જોઈએ. બે દાંતમાંથી એક દાંત ખંડીત હોય છે અને બીજો દાંત સારો હોય છે. તે રીતનાં ગણેશજી ખરીદવાનો આગ્રહ હું રાખુ છું.
આ વખતે માત્ર 45 ટકા જ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ થવા પામ્યુંઃ વેપારી
આ બાબતે વેપારી રાઠોડ દિનેશભાઈ દલાભાઈએ જણાવ્યું હતું કે, હાલ કુલ 84 સ્ટોલ છે. દર વર્ષે ગણેશજીની મૂર્તિઓનું વેચાણ 100 ટકા થાય છે. જ્યારે આ વર્ષે 45 ટકા જ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ થવા પામ્યું છે. ઓછું વેચાણ થવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે વરસાદનાં કારણે લોકો મૂર્તિ ઓછી બનાવે છે. તેમજ વરસાદનાં કારણે જોઈએ તેવી ઘરાકી પણ રહેતી નથી.લોકો હવે મોટી મૂર્તિની જગ્યાએ નાની મૂર્તિઓ વધારે પસંદ કરે છે. કારણ કે નાની મૂર્તિ સરળતાથી લઈ જઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.