બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in Saurashtra and South Gujarat following Meteorological department forecast

જળબંબાકાર / VIDEO: ત્રણ દિવસ સુધી ગાંડીતૂર નદીની વચ્ચે મોત સામે લડતા રહ્યા વૃદ્ધ, આખરે બચાવી લેવાયો જીવ: વલસાડમાં ભારે વરસાદથી આવી આફત

Malay

Last Updated: 03:52 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad News: વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદને કારણે હનુમાન ભાગડાનું તળાવ ઓવરફ્લો થયું છે.

 

  • વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
  • હનુમાન ભાગડાનું તળાવ ઓવરફ્લો
  • રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર પાણી
  • પાર નદીના ટાપુ પર ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ભરુચ, નર્મદા, નવસારી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે. 

હનુમાન ભાગડાનું તળાવ ઓવરફ્લો
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે હનુમાન ભાગડાનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ કિનારે આવેલા ગામમાં પાણી ફરાઈ ગયા છે. તો તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 

તુલસી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા 
વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદના કારણે લો લેવલના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી આવતાં બંને તરફના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળી રહ્યા છે. 

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ
વલસાડ ઉપરાંત સુરત શહેર સાથે સમગ્ર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આ તરફ સુરતના કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ સાથે કીમ ચાર રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ સાથે શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે, તંત્રની ઉદાસીનતાને કારણે દર વર્ષે હાઈવે પર પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ હોવી સ્થિતિ બની છે. 

પાર નદીના ટાપુ પર ફસાયેલા વૃદ્ધને બચાવી લેવાયા
વલસાડના પારડી નજીક પાર નદીના ટાપુ પર ફસાયેલા વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે. માછલી પકડવા ટાપુ પર ગયેલા વૃદ્ધ છેલ્લા ત્રણ દિવસથી ટાપુ પર ફસાયા હતા. જેની જાણ થતાં જ માંગેલા ગ્રુપના તરવૈયાઓ જોખમ ખેડીને પાર નદીના ટાપુ પર ફસાયેલા વૃદ્ધને બચાવવા પહોંચ્યા હતા. હોડી લઈને ગયેલા માંગેલા ગ્રુપના તરવૈયાઓ વૃક્ષને સુરક્ષિત રીતે નદી કિનારે લઈને આવ્યા હતા. આ દરમિયાન પારડી મામલતદાર સહિતના અધિકારીઓ પણ નદી કિનારે હાજર રહ્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ