બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Rainfall forecast by Meteorological Department

શક્યતા / ગુજરાતમાં 5 દિવસમાં માત્ર આ બે જિલ્લામાં વરસાદની આગાહી: હાલ નથી સક્રિય કોઈ સિસ્ટમ

Kishor

Last Updated: 04:45 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rainfall forecast in gujarat : ગુજરાતમાં વરસાદની જોવાતી રાહ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. વધુમાં વરસાદની અમુક વિસ્તારોમાં જ અસર જોવા મળે તેવું જણાવાયું છે.

  • રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી
  • સામાન્યથી મધ્યમ વરસાદ પડશે
  • અમદાવાદ, ગાંધીનગર સામાન્ય વરસાદ રહેશે

ચોમાસાના પ્રારંભથી જ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યા બાદ સતત વરસાદ પડ્યો હતો. જો કે થોડાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેને લઈને ખેડૂતો પણ હાલ કામગીરીમાં જોતરાયા છે.  આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવું જણાવાયું છે. પરંતુ રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર એમ બે પંથકમાં સામાન્ય વરસાદની વધુ શકયતા વ્યાકત કરવામાં આવી છે. એજ રીતે હાલ ગુજરાત પર વરસાદની અન્ય કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી છુટોછવાયો વરસાદ નોંધાશે.

 

કોઈ મજબુત સિસ્ટમ સક્રિય નથી

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતિના જણાવાયા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજયમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

બેન્કમાં પાણી, કોઝ-વે ધોવાયા, વુક્ષો ધડામ, ગુજરાતમાં મેઘ મલ્હાર અનેક જગ્યાએ  મુસીબત બની વરસ્યો | Water in banks, cause-ways washed away, landslides, Megh  Malhar rained in many ...

વરસાદ અંગે અંબાલાલ પટેલે કહ્યું કે..

બીજી તરફ વરસાદના ચોથા રાઉન્ડ અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 

'ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના'
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ