બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Rain turned out to be the villain for India in the second T-20, as Africa won the match by 5 wickets

Ind Vs Sa / બીજી T-20 માં ભારત માટે વરસાદ બન્યો વિલન, આફ્રિકાએ 5 વિકેટે જીતી લીધી મેચ

Pravin Joshi

Last Updated: 12:42 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકાએ મંગળવારે રમાયેલી શ્રેણીની બીજી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટાર્ગેટ બદલવામાં આવ્યો હતો, જેનો ફાયદો સાઉથ આફ્રિકન ટીમને થયો અને અંતે તે જીતી ગઈ.

  • દક્ષિણ આફ્રિકાએ બીજી T-20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું 
  • ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા
  • દક્ષિણ આફ્રિકાને વરસાદના કારણે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો 
  • દક્ષિણ આફ્રિકાએ આ ટાર્ગેટ માત્ર 14 ઓવરમાં પૂરો કરી લીધો

દક્ષિણ આફ્રિકાએ મંગળવારે રમાયેલી શ્રેણીની બીજી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટાર્ગેટ બદલવામાં આવ્યો હતો, જેનો ફાયદો સાઉથ આફ્રિકન ટીમને થયો અને અંતે તે જીતી ગઈ. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા, જવાબમાં દક્ષિણ આફ્રિકાને વરસાદના કારણે 15 ઓવરમાં 152 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્ય માત્ર 14 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આફ્રિકા તરફથી સુકાની એઈડન માર્કરમે 17 બોલમાં 30 રન અને રિઝા હેન્ડ્રીક્સે 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. બંનેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે આફ્રિકાને જોરદાર શરૂઆત મળી હતી અને અંતે જીત નોંધાવવામાં સફળ રહી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર રહ્યા અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયા. આ સાથે દક્ષિણ આફ્રિકા 3 મેચની આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રન બનાવ્યા હતા, પરંતુ ટીમનો અસલી સ્ટાર હતો રિંકુ સિંહ જેણે 39 બોલમાં 68 રનની ઇનિંગ રમીને ધૂમ મચાવી દીધી હતી. રિંકુએ પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ પૂરી થાય તે પહેલા જ વરસાદે ખલેલ સર્જી હતી. તમને જણાવી દઈએ કે આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ