બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Rain is predicted at the temple of Lord Jagannath at Behta Burjag village in Ghatampur

આગાહીનું રહસ્ય / હવામાન મંદિર: મૂર્તિ પર પડતા પાણીના ટીપાંમાંથી નક્કી થાય છે કેવું રહેશે ચોમાસું, ભગવાન જગન્નાથના મંદિરથી વરસાદની ભવિષ્યવાણી

Kishor

Last Updated: 08:20 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુર નજીક ઘાટમપુરમાં બેહટા બુર્જુગ ખાતે આવેલ 4200 વર્ષ જૂના ભગવાન જગન્નાથના મંદિરમાં ચોમાસાની આગાહી કરવામાં આવે છે. છત પરથી ટપકતા પાણીને લઈને વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે.

  • ઘાટમપુરમાં બેહટા બુર્જગ ગામમાં આવેલ ભગવાન જગન્નાથનું મંદિર
  • મંદિરમાં કરવામા આવે છે ચોમાસાની અનોખી આગાહી
  • પાણીના ટીપાં આધારે લગાવાઈ છે વરસાદનું અનુમાન

કાનપુરથી આશરે 35 કિલોમીટર દૂર ઘાટમપુરમાં બેહટા બુર્જગ ગામ આવેલું છે. જ્યા ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. આ મંદિર આજુબાજુના વિસ્તારવાસીઓ માટે આસ્થાના અખૂટ સાગર સમાન છે. જે મંદિરમાં ચોમાસાની અનોખી આગાહી કરવામાં આવે છે. લગભગ 4200 વર્ષ જુના આ મંદિરના છત પરથી જ્યારે પાણી ટપકવા લાગે છે. ત્યારે આગામી સાત દિવસમાં સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવવામાં આવે છે અને સારો વરસાદ શરૂ પણ થાય છે.

Rain is predicted at the temple of Lord Jagannath at Behta Burjag village in Ghatampur

પાણીના નાના ટીપા પડે તો...

વધુમાં જેટલા વધુ પાણીના ટીપા પડે છે તેટલો જ વધુ વરસાદ પડે તેવું પણ અનુમાન લગાવવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે પાણી નીતરવાનું બંધ પણ થાય છે. વધુમાં પાણીના ટીપાના કદ પરથી પણ વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. જો પાણીના નાના ટીપા પડે તો એનો અર્થ એવો થાય છે કે હળવા વરસાદની આગાહી કરાવી રહી છે. અને પાણીના ટીપાનું કદ નાનું હોય અને પથ્થરનો માત્ર એક બે ભાગ જ ભીનો થાય તો તે સારા વરસાદની નિશાની નથી! બીજી બાજુ જો ગુંજબ પરથી પડતા ટીપાની ઝડપ વધુ સારી હોય તો સારો વરસાદ પડી શકે તેવા સંકેતો વર્તાઈ છે.

Rain is predicted at the temple of Lord Jagannath at Behta Burjag village in Ghatampur

કાનપુરના આ મંદિરમાં દર વર્ષે રથયાત્રા

ત્યારે ચાલુ સાલ વરસાદની વાત કરતા મંદિરના પૂજારી કુંગહા પ્રસાદ શુક્લાએ જણાવ્યું હતું કે આ વર્ષે સંપૂર્ણપણે પથ્થર ભીના થયા નથી અને માત્ર એક તરફથી જ પાણીના ટીપા નીતર્યા હતા અને તે પણ જમીનમાં હજુ પડ્યા ન હોવાથી એવું સ્પષ્ટ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સારા વરસાદ માટે હજુ પણ સમય લાગી શકે છે. મહત્વનું છે કે કાનપુરના આ મંદિરમાં દર વર્ષે રથયાત્રા જાજરમાન રીતે ઉજવવામાં આવે છે અને ધામધૂમથી દેશ-વિદેશના લોકો પણ અહીં જોડાય છે. આ વખતે પણ 20મી જૂને ભવ્ય રથયાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું.


આવો છે મતભેદ
જગન્નાથના આ મંદિરને લઈ અને ઇતિહાસકારો તથા પુરાતત્વવિદોમાં નિર્માણ અંગે મતભેદ જોવા મળી રહ્યા છે. ગર્ભ ગૃહમાં કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર આ મંદિર બીજી અને ચોથી સદીનું હોવાનું જાણવા મળે છે. તો મંદિર બહાર બનેલા મોર અને ચક્રના નિશાનને લઈને કેટલાક લોકો ચક્રવતી સમ્રાટ હર્ષવર્ધનના સમયનુ હોવાનું માનવામાં આવે છે. જોકે ઇતિહાસકારો આ મંદિરને 4000 વર્ષથી જૂનું ગણાવે છે અને 11 મી સદીના મંદિરના છેલ્લા જીર્ણોદ્ધારની માહિતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ