બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Rain forecast in the district including Ahmedabad between India Pakistan match today

ચિંતા / આજે ક્રિકેટમાં સૌથી મોટો જંગ: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની કેવી ભવિષ્યવાણી? આ મેચ ધોવાશે તો શું થશે, રિઝર્વ ડે ખરો?

Kishor

Last Updated: 07:28 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારત પાકિસ્તાનના મેચ વચ્ચે અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તો મેચમા વરસાદ વેરી બને તો નવાઈ નહિ!

  • મેચમા વરસાદ વેરી બને તો નવાઈ નહિ!
  • અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કરી આગાહી
  • તો મેચની મજા બગડી શકે છે

એક બાજુ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા વાર્તારો વ્યક્ત કરાયો છે. તો બીજી બાજુ ક્રિકેટરસિકો માટે સૌથી મોટા પર્વ સમાન આજે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઇ રહી છે. જેને લઈને લોકોનું ધ્યાન હવામાન વિભાગના અપડેટ પર રહેશે. તેમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળતા ક્રિકેટના ચાહકોની મજા બગડે તો નવાઈ નહિ!

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની ભવિષ્યવાણી
હવામાન વિભાગે આજે શનિવારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિગત અનુસર 14 અને 15 ઓક્ટોબરે ઉત્તર ગુજરાત અને અમદાવાદના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેને લઈને જૂનાગઢ, જામનગરના કાલાવડ પંથક ભાવનગરના અમુક વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો પણ હતો. જેને લઈને ખેડૂતોની સાથે સાથે ક્રિકેટરસિકો પણ મુંજાયા છે.અમદાવાદના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં હવામાન સૂકું રહે તેવા અણસાર છે પરંતુ અમદાવાદ અને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયા વરસાદની પણ શકયતા છે. 

પાકિસ્તાનની ટીમ ભારત આવવા તૈયાર , પણ..', વર્લ્ડ કપને લઈ PCBએ ICCને આપ્યો  આવો જવાબ india vs pakistan in odi world cup 2023 icc top officer seeks pcb  assurances

આ મેચ ધોવાશે તો ? 
નોંધનિય છે કે વર્લ્ડ કપમાં ગ્રુપ મેચો માટે કોઈ રિઝર્વ ડે રખાયો નથી. આથી જો હવે આજે વરસાદ ત્રાટકે કે કોઈ બીજા કારણોસર આજે  14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચમાં વિઘ્ન આવે અને પરિણામ જાહેર ન થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.બાકી આ શ્રેણીના સેમિફાઇનલ અને ફાઇનલ મેચો માટે રિઝર્વ ડે રખાયો છે. જો સેમી ફાઈનલ મેચ રિઝર્વ ડે પર પણ પૂરી ન થાય તો પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિ ધરાવતી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. પરંતુ આજે વરસાદના કારણે ફાઇનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ