બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Rain forecast: Gujarat, UP, Jharkhand, Bihar, MP Imd rainfall alert for next 5 days

હવામાન / આવનારાં પાંચ દિવસો સુધી મેઘરાજા ફરી થશે સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી

Vaidehi

Last Updated: 05:23 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ અને તેના પટ્ટા પર આવેલ પશ્ચિમી મધ્ય ભારતનાં રાજ્યોમાં આવનારાં 5 દિવસો વરસાદની ગતિવિધિઓ જોવા મળશે.

  • હવામાન વિભાગે ફરી વરસાદને લઈને કરી આગાહી
  • ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી
  • સમગ્ર દેશમાં આવનારા 5 દિવસ વરસાદની ગતિવિધિ જોવા મળશે

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને તેના પટ્ટા પર આવેલ પશ્ચિમી મધ્ય ભારતનાં રાજ્યોમાં આવનારાં 5 દિવસો વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ સિવાય પશ્ચિમી રાજસ્થાનમાં 25 સપ્ટેમ્બરથી સાઉથવેસ્ટ મોનસૂનનાં પાછા વળવાની સંભાવના છે. જો કે  બિહાર, ઝારખંડ, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કમ અને નોર્થઈસ્ટમાં 22 અને 23 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ થવાની આગાહી છે. મધ્યભારત, વિદર્ભ અને છત્તીસગઢમાં આજે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી
પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં કોંકણમાં 22 અને 26 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રમાં 22-23-26 સપ્ટેમ્બર, મરાઠાવાડામાં 22 અને ગુજરાતમાં 23 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ વરસી શકે છે. મહિતી અનુસાર દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ તરફ સિસ્ટમ સક્રિય થવાને લીધે આવનારાં 2 દિવસો સુધી ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.

પૂર્વી ભારતની શું થશે સ્થિતિ?
હવામાન વિભાગે જણાવ્યું કે હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં 22-24 સપ્ટેમ્બરનાં વરસાદ વરસશે. જ્યારે ઓડિશા, ઝારખંડ, ગંગીલ પશ્ચિમ બંગાળમાં 22, અંદમાન- નિકોબારમાં 24-26 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. નોર્થઈસ્ટ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં 22-24 સપ્ટેમ્બરની વચ્ચે અતિભારે વરસાદ થઈ શકે છે. મધ્યપ્રદેશનાં રાજ્યોને લઈને હવામાન વિભાગે કહ્યું કે પૂર્વ MPમાં 22-24 સપ્ટેમ્બર, વિદર્ભમાં 22-23 સપ્ટેમ્બર, છત્તીસગઢમાં 22 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ જોવા મળશે.

દક્ષિણનાં રાજ્યોની સ્થિતિ
દક્ષિણનાં રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 22, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાયલસીમામાં 22-23 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ થશે. નોર્થઈસ્ટ ઈન્ડિયાની વાત કરીએ તો પૂર્વી રાજસ્થાનમાં 22 અને 23 સપ્ટેમ્બર, જમ્મૂ ડિવિઝન અને ઉત્તરપ્રદેશમાં 22 સપ્ટેમ્બરનાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શતે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ