બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Rain fell in 108 talukas of Gujarat, highest in Bhachau, see how many inches fell

આગાહી / ગુજરાતના 167 તાલુકામાં ઝીંકીને પડ્યો વરસાદ, અંજારમાં સૌથી વધુ, જુઓ ક્યાં કેટલા ઈંચ ખાબક્યો

Vishal Khamar

Last Updated: 06:05 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડા બાદ પણ ઠેર ઠેર તેની અસર વર્તાઈ રહી છે. ત્યારે રાજ્યનાં અનેક તાલુકાઓમાં પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 167 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

  • સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 167 તાલુકામા વરસાદ
  • કચ્છના અંજારમા સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ
  • જામનગર તાલુકા વિસ્તારમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો
  • ગાંધીધામમાં 5.5 ઈંચ, ખંભાળીયામાં 5 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં તારાજી સર્જનાર બિપોરજોય વાવાઝોડાની અસર હજુ પણ દરિયા કિનારાનાં વિસ્તારોમાં વર્તાઈ રહી છે. ત્યારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી કુલ 167 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છનાં અંજારમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગર તાલુકા વિસ્તારમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગાંધીધામમાં 5.5 ઈંચ, ખંભાળીયામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે માંડવીમાં 5.25 ઈંચ, ભુજમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ મુંદ્રા, ભચાઉ, દ્વારકામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.


બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં રાજ્યનાં 108 તાલુકા વિસ્તારોમાં વરસાદ પડ્યો

વાવાઝોડા બાદ ગુજરાતનાં હવામાનમાં વાવાઝોડાની અસર ચાલુ છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં રાજ્યનાં 108 તાલુકા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. છેલ્લા 2 કલાકમાં કચ્છનાં ભચાઉમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખંભાળિયામાં 1.5 ઈંચ, રાપરમાં 1.5 ઈંચ, અમીરગઢમાં 1.25 ઈંચ, મહેસાણામાં એક ઈંચ, ભુજમાં એક ઈંચ, કાલોલમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અંજાર, જોટાણા, દાંતા અનો પોશિનાંમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. 
અમદાવાદનાં અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો

અમદાવાદ શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદ વરસવા પામ્યો હતો. સેટેલાઈટ, બોડકદેવ, માનસી સર્કલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. એસ.જી. હાઈવે સહિતનાં વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયુ છે. શહેરના નિકોલ, નારોલ, વિશાલા સર્કલ, બાપુનગર, મેઘાણીનગર, લાલ દરવાજા, આસ્ટોડિયા, ગીતા મંદિર, હાટકેશ્વર, અને CTM વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે. આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ વરસવાનુ શરૂ થયુ છે.

ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા
કચ્છમાં વાવાઝોડા બાદ વરસાદ વરસવા પામ્યો હતો. કચ્છનાં માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદી પાણી સરકારી કચેરીમાં ઘુસ્યા હતા. માંડવી પોસ્ટ ઓફિસમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

માંડવી પોસ્ટ ઓફિસમાં પાણી ઘુસ્યા

બનાસકાંઠા જીલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો
બનાસકાંઠા જિલ્લામાં હવે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સતત પડી રહેલા ભારે વરસાદ અને પવનના કારણે અનેક ખેડૂતોને ખેતરોમાં પોતાના મકાનોમાં પતરાઓ ઉડી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે વાવાઝોડાની અસર બનાસકાંઠામાં મોડી રાત્રે થી જ શરૂ થઈ જવા પામી હતી જેમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

અનેક જગ્યાએ માર્ગો પર પાણી ભરાયા હતા
ત્રણ કલાક વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો પાલિકાના કંટ્રોલરૂમમાં સતત ફોન રણકતા પાલિકાની ટીમ લોકોની મદદથી પહોંચી હતી કોઈ જાન માલ કે અન્ય કોઈ પ્રકારની તકલીફ ન પડે તેની સતત પાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી હતી કે માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ક્યાંક તકલીફ પડી હતી તો ક્યાંક સોસાયટીમાં પાણી ભરવાના જ્યાં કારણે સોસાયટીમાં અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી હતી.

અંબાજીમાં ધોધમાર વરસાદ 

હાલમાં ભારે પવન સાથે વરસાદી ઝરમર 
સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાયો હતો. સાબરકાંઠા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. હાલમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. હાલમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. કાળા વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી.

યાત્રાધામ અંબાજીમાં છવાયો વરસાદી માહોલ

ભક્તો માં અંબાના દર્શન માટે નિજ મંદિરમાં પહોંચ્યા
બનાસકાંઠાનાં અંબાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ચાલુ વરસાદે પણ ભક્તો માં અંબાનાં મંદિરે પહોચ્યા હતા. ત્યારે ભક્તો માં અંબાનાં દર્શન માટે નિજ મંદિરમાં પહોંચ્યા હતા. સાંજ સુધી ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. અંબાજીમાં વાદળોને લઈ અંધારપટ છવાયો છે.  

ભારે પવન સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ
બિપોરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  ભચાઉ સહિતના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થયો છે.  ભારે પવન સાથે  ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે કચ્છમાં વ્યાપક નુકસાન પણ થવા પામ્યું છે. 

ગ્રામ્ય પંથકમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા
નવસારીમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. શહેરનાં વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો ગ્રામ્ય પંથકમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગઈકાલ રાતથી જ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.

 ભિલોડાના સુનોખ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ઉત્તર ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. અરવલ્લીનાં ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ત્યારે ભિલોડાનાં સુનોખ સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસાનાં ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઈસરોલ, જીવણપુર તેમજ ઉમેદપુર સહિતનાં પંથકમાં વરસાદ પડ્યો હતો. 

જિલ્લાના 5 તાલુકામાં ધોધમાર વરસાદ
મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. દરિયાઈ પટ્ટીનાં વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મોરબી જીલ્લાનાં 5 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા કારખાનાનાં શેડને પણ નુકશાન થવા પામ્યું છે. 

ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ
ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. મોજીરા, સેવંત્રા, કેરાળા, નવાપરા, ખાખીજાળીયા તેમજ ગઢાળા, વાડલા, ડુમિયાણી, કોલકી સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ ફરેણી, પીંપળિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઝાંઝમેર, સુપેડી, નાની વાવડી, વાડોદર, ભાડેરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે કલાણા સહિતનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ