બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Rain everywhere in Gujarat: Rushing in APMC

કમોસમી વરસાદ / ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ: APMCમાં મચી ગઈ દોડધામ, ખેડૂતોને કેરીના પાકને લઈને ચિંતા, સુરત-વલસાડ-ડાંગમાં વરસાદ

Vishal Khamar

Last Updated: 03:44 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાક સમયનાં વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત, વલસાડ, ડાંગ તેમજ છોટાઉદેપુર વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે ફરી કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.

  • સુરતનાં માંગરોળ અને લિંબાયતમાં કમોસમી વરસાદ
  • ભાર ઉનાળે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ થતા ખેડૂતો ચિંતિત
  • કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ચિંતા
  • કપાસ અને મકાઈના પાકને નુકસાનની ભીતિ

સુરતનાં માંગરોળ અને લિંબાયતમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો. ત્યારે  ગ્રામ્ય વિસ્તારનાં વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો હતો. બંને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. ભરઉનાળે વરસાદી માહોલને લઈ ખેડૂતોનીં ચિંતા વધી છે. વાંકલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદને કારણે પાકમાં મોટા પાયે નુકશાનનીં ભીંતી સેવાઈ રહી છે. 

ભરઉનાળે વરસાદી માહોલને લઈને ખેડૂતોની ચિંતા વધી
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ 

ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો
વલસાડ જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભર ઉનાળે વલસાડ જીલ્લામાં વરસાદી માહોલ થતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ખેડૂતોને કેરીનાં પાકને નુકશાનનો ડર લાગી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. 

કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ચિંતા
સુરતનાં લિંબાયત વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. લિંબાયત સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ થતા ખેડૂતોનીં ચિંતા વધી જવા પામી હતી. ખેડૂતોનાં તૈયાર પાકને નુકશાન થવાની શક્યતા વધી જવા પામી છે.

વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગના સુબિર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થવા પામ્યો હતો. વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો. ત્યારે કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. 

વાદળછાયું વાતાવરણ સર્જાયું

કમસોમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી
છોટાઉદેપુરનાં બોડેલી APMC ખાતે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમ્યાન અચાનક જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતા ભાગદોડ મચી જવા પામી હતી. ત્યારે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી હતી. કમોસમી વરસાદને કારણે કપાસ અને મકાઈનાં પાકને નુકશાન થવા પામ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ