બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Railway station is the hub of theft, 'look away and tragedy will happen': Smugglers' rampage, five complaints of theft, what to watch out for, read here

અમદાવાદ / રેલવે સ્ટેશન ચોરીનું હબ ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’: તસ્કરોનો તરખાટ, ચોરીની પાંચ ફરિયાદ,શુ ધ્યાન રાખશો વાંચો અહી

Vishal Khamar

Last Updated: 07:25 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલુપુર રેલ્વે સ્ટેશને દિન પ્રતિદિન ચેન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાલુ ટ્રેનમાં ચોરી અને સ્નેચિંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

  • કાલુપુર રેલ્વે સ્ટેશને ચેન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો
  • ચેન સ્નેચરોને પકડવા પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે
  • ગઇ કાલે એકસાથે ચોરીની પાંચ ફરિયાદ નોંધાઇ 

કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં રોજ લાખોની સંખ્યામાં પેસેન્જરો મુસાફરી કરતા હોવાથી હવે તસ્કરોએ ચોરી કરવા માટે પોતાનો ગઢ બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ ટ્રેનમાં ચોરી અને સ્નેચિંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, જેને રોકવા માટે પોલીસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. પેસેન્જરો હરખથી ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે તસ્કરો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે તેમના હરખ પર પાણી ફેરવી દેતા હોય છે. ગઇ કાલે રેલવે પોલીસ સ્ટેશનમાં પર્સ સ્નેચિંગની એક અને ચોરીની ચાર ઘટનાઓ નોંધાતાં હવે પેસેન્જરોએ તસ્કરોથી સાવધાન રહેવાનું જરૂરી છે. 


ગઇકાલે એકસાથે ચોરીની પાંચ ફરિયાદ નોંધાઇ 
રેલવે પોલીસ સ્ટેશનમાં રોજ એકાદ-બે ચોરી તેમજ સ્નેચિંગની ફરિયાદો નોંધાઇ રહી છે ત્યારે ગઇ કાલે એકસાથે ચોરીની પાંચ ફરિયાદ નોંધાઇ છે. મુંબઇના બોરીવલી ખાતે આવેલા અશોકા ટાવરમાં રહેતા ૭પ વર્ષીય લાદુરામ વ્યાસે રેલવે પોલીસ સ્ટેશનમાં પર્સ સ્નેચિંગની ફરિયાદ કરી છે. ‌બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં જોધપુરથી બોરીવલી સુધી લાદુરામ પોતાની પત્ની સરલાબહેન સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૮ પર ટ્રેન ઊભી રહી હતી. ટ્રેન ધીમી ગતિએ ચાલુ થતાંની સાથે જ ગ‌િઠયો આવ્યો હતો અને સરલાબહેનનું પર્સ ખેંચીને નાસી ગયો હતો. પર્સમાં ૭પ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત ૯.૪૩ લાખ રૂપિયાની મતા હતી. લાદુરામ પ્રસંગ પતાવીને પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી છે. 
ટ્રેનમાંથી લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાવી
આ સિવાય ચાંદલો‌ડિયા વિસ્તારમાં આવેલા સ્વસ્તિક પેલેસ ફ્લેટમાં રહેતા દિવ્યાંગ ઠાકરે રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. દિવ્યાંગનું હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી અમદાવાદ સુધીનું ‌રિઝર્વેશન હતું. ટ્રેનમાં તે મુસાફરી કરતો હતો ત્યારે તે ઊંઘી ગયો હતો. દિવ્યાંગે ઊઠીને જોયું તો તેના લેપટોપની બેગ ગાયબ હતી, જેથી તેણે તરત જ પોલીસ ફરિયાદ કરી હતી. આ સિવાય સુરતના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા આશીર્વાદ એવન્યૂમાં રહેતા નવીન ગુડ્ડુએ પણ ચોરીની ફરિયાદ કરી છે. નવીન ગુડ્ડુને જોધપુરથી સુરત જવાનું હતું એટલે ‌સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. નવીને પોતાની બેગ સીટ નીચે મૂકી હતી અને સૂઇ ગયો હતો. ટ્રેન અમદાવાદ આવી ત્યારે નવીને ઊઠીને જોયું તો તેની બેગ ગાયબ હતી.

બેગમાં ર૭ હજારની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ હતો. 
પૂર્વ મુંબઇના બોરીવલીમાં રહેતી નેહા ભાવેશ શાહે પણ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલાં નેહા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતી હતી તે સમયે તેની અમદાવાદ રેલવે સ્ટેશનમાં ૧૬ હજારની મતાની બેગ ચોરાઇ હતી. જ્યારે સુરતની પાંડવ ગલી પાસે  આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિન્સ અદાણીએ ફરિયાદ કરી છે કે તે બાંદરા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો ત્યારે તેનું લેપટોપ ગુમ થયું હતું. પોલીસે તમામ ફરિયાદ નોંધીને ચોર ટોળકીને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. 

શું સાવધાની રાખવી

  • કીમતી સામાન ભરેલી બેગને સાચવી રાખો 
  • ટ્રેનની બારી પાસે સોનાના દાગીના પહેરીને બેસવું નહીં 
  • મોબાઇલ ચા‌ર્જિંગ સમયે જાગતાં રહેવું, નહીં તો પાવર બેન્કનો ઉપયોગ કરવો 
  • પરિવાર સાથે મુસાફરી કરતા હો ત્યારે ઘરના એક સભ્યએ જાગવું 
  • મોબાઇલ તેમજ કીમતી સામાન અને રોકડ રકમ પેન્ટના ખિસ્સામાં રાખવી 
  • અજાણ્યા પેસેન્જરો સાથે વાતચીત કરવાનું ટાળવું 
  • અજાણ્યા પેસેન્જરોએ આપેલી ખાવાની કોઇ ચીજવસ્તુ ખાવી નહીં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ