બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Rahul Gandhi's application will be heard again today in the Gujarat High Court

અમદાવાદ / માનહાનિ કેસઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી હાથ ધરાશે સુનાવણી

Malay

Last Updated: 07:56 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Defamation case: રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે આજે ફરી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આજે બપોર બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચ સુનાવણી હાથ ધરાશે.

 

  • રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલો
  • ગુજરાત હાઇકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી
  • ગુજરાત હાઈકોર્ટમાં બંન્ને પક્ષોની દલીલો કરાઇ છે પૂર્ણ

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે ગત 29 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આજે ફરી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

જૂથવાદ: ગુજરાત HCના 38% વકીલોનું ગુજરાતી ભાષાને સમર્થન, 62%એ વિરોધ કરતા  લેવાયો આ નિર્ણય | 62 percent lawyers opposed the Gujarati language in  Gujarat High Court

શનિવારે યોજાઈ હતી સુનાવણી
ગત શનિવારે યોજાયેલી સુનાવણીમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા. તેઓએ કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેઓએ કહ્યું હતું કે, નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે. વ્હોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, 2021માં અચાનક સીડી રજૂ કરાઈ.

શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?"  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું. 

VTV Gujarati News and Beyond on Twitter: "<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/રાહુલ-ગાંધી' title='રાહુલ ગાંધી'>રાહુલ ગાંધી</a> કેસ: કોંગ્રેસ નેતા રાહુલ  ગાંધી સામે માનહાની કેસ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, સજા સામે  ...

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી
જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

Surat Court rejected Rahul Gandhi's defamation petition

વકીલે કહ્યું હતું કે, સેશન્સ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. આ સજાના આધારે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું. હવે સેશન્સ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે માંગ્યો હતો. રાહુલ પાસે હવે બચવાનો એક જ રસ્તો બચ્યો છે. સેશન્સ કોર્ટના નિર્ણય સામે તે હાઈકોર્ટમાં જઈ શકે છે. જો હાઈકોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અરજી 
જે બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આજે ફરી આ મામલે સુનાવણી યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ