બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:58 PM, 17 April 2023
રાહુલ ગાંધી કર્ણાટકનાં પ્રવાસે
PM મોદીને વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કરવા ફેંક્યો પડકાર
કહ્યું અનામત વસ્તીનાં આધારે થવું જોઈએ
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર રાહુલ ગાંઘીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકારને UPA સરકાર દ્વારા 2011માં શરૂ કરવામાં આવેલી જાતિગત જનગણનાનાં આંકડાઓ જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે જો OBC, દલિત અને આદિવાસીઓને તેમની જનસંખ્યા અનુસાર દેશની રાજનીતિમાં પર્યાપ્ત પ્રતિનિધત્વ ફાળવવું હોય તો 2011માં થયેલ OBC સેંસસનાં રિપોર્ટ જાહેર કરવા પડશે.
OBCની આબાદી કેટલી છે?
તેમણે કહ્યું કે જ્યારે અમે દલિત, ઓબીસી, ભારતનાં લોકોની વાત કરીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે કે ક્યાં વર્ગની આબાદી સૌથી વધારે છે. જો તમે સરકારમાં સચિવોની સંખ્યા જુઓ તો માત્ર 7% ઓબીસી, આદિવાસી અને દલિત છે. તમે સંપત્તિનાં વિભાજન અને રાજનૈતિક પ્રતિનિધિત્વની વાત કરો એ પહેલાં દેશમાં ઓબીસી, આદિવાસીઓ અને દલિતોની આબાદી કેટલી છે એ સૌથી મોટો પ્રશ્ન છે.
ADVERTISEMENT
2011નાં OBC સેંસસને જાહેર કરવા કરી માંગ
તેમણે કહ્યું કે 2011માં કોંગ્રેસે જાતિ આધારિત જનગણના શરૂ કરી હતી. જો તમે સૌને એકસાથે વિકાસનાં રસ્તા પર લઈ જવા ઈચ્છો છો તો રાજનૈતિક પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે પ્રત્યેક વર્ગની જનસંખ્યા જાણવું સૌથી અગત્યનું છે. અનુસૂચિત જાતિ/જનજાતિ માટે અનામત પર 50%ની સીમા રાખવામાં આવી છે. રાહુલ ગાંધીએ આ સીમાને દૂર કરીને વસ્તી અનુસાર અનામત આપવાની સરકારને માંગ કરી છે.
#WATCH | Congress leader Rahul Gandhi says, "...If we want to take OBC in the country forward and give them their rights, the first step would be for the Prime Minister to release data of the OBC census. PM will never do this as he doesn't want the welfare of OBC. Congress will… pic.twitter.com/WHuuhBZjn3
— ANI (@ANI) April 17, 2023
ભાજપ સુપ્રીમ કોર્ટને પહેલાં જ કરી હતી સ્પષ્ટતા
જાતિ આધારિત વસ્તીગણતરી કરવાને લઈને ભાજપે 2021માં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ પ્રકારની જનગણના વહીવટી ધોરણે મુશ્કેલ છે અને આ પ્રકારની જાણકારીને વસ્તી ગણતરીનાં કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવું એ નીતિગત નિર્ણય હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.