બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / rahul gandhi in sansad after the disqualification, congress opposed by showing posters black clothes

સંસદ / સાંસદ પદેથી ગેરલાયક ઠર્યાં બાદ પહેલી વાર સંસદ પહોંચ્યાં રાહુલ ગાંધી, અડધો કલાકમાં નીકળી ગયા, જાણો ત્યાં શું કર્યું

Vaidehi

Last Updated: 05:40 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ થયાં બાદ તેઓ સોનિયા ગાંધીની સાથે પહેલીવાર કોંગ્રેસ સાંસદોની બેઠકમાં શામેલ થવા પહોંચ્યાં હતાં. જુઓ કેવી રીતે કર્યો વિરોધ...

  • અયોગ્ય ઠેરવ્યા બાદ પહેલીવાર રાહુલ પહોંચ્યાં સંસદ
  • તમામ કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહેરી દર્શાવ્યો વિરોધ
  • સ્પીકરની સામે પોસ્ટરો દેખાડ્યાં

સદસ્યતા રદ થયાં બાદ આજે રાહુલ સોનિયા ગાંધીની સાથે સંસદ પહોંચ્યાં હતાં જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ માતા સોનિયાની સાથે ગાડીમાં બેસીને નિકળી ગયાં હતાં. 

કાળા કપડાં પહેરી દર્શાવ્યો વિરોધ
બુધવારે સંસદનાં 12માં દિવસની કાર્યવાહી 3 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ સ્પીકરની સામે 'સેવ ડેમોક્રેસી'નાં પોસ્ટર્સ દેખાડ્યાં હતાં અને કાળા કપડાં લહેરાવ્યાં હતાં. કોંગ્રેસ નેતા આજે પણ કાળા વસ્ત્રો પહેરીને આવ્યાં હતાં જો કે રાહુલ સફેદ શર્ટમાં નજર આવ્યાં હતાં. લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ સ્પીકર ભર્તૃહરિ મહતાબની સામે લોકતંત્ર બચાવોનાં પોસ્ટર દેખાડ્યાં અને કાળા કપડાં લહેરાવ્યાં.

PM મોદી પોતે જ ભ્રષ્ટ છે- ખરગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે PM મોદી પોતે જ ભ્રષ્ટ છે. તે એવા લોકોને કંઈ નથી કહી રહ્યાં જેમણે આ દેશને લૂટ્યું છે. એવા લોકોની વિરોધમાં કાર્યવાહી નથી કરવામાં આવી રહી. JPCનું ગઠન નથી કરવામાં આવી રહ્યું, તો શું PMએ ભ્રષ્ટ લોકોની સાથે હાથ મળાવ્યો છે?

ખરગેએ ભાજપ પર કર્યાં પ્રહારો
ખરગેએ કહ્યું કે કર્ણાટકમાં 40% ની સરકાર છે અને ભાજપ તેમાં મહારત મેળવી છે. એવા વિધાયકોની સામે કોઈ એક્શન લેવામાં નથી આવ્યું જેમની પાસેથી 8-10 કરોડ રૂપિયા મળી આવ્યાં છે. અહીં જો વિપક્ષનાં કોઈપણ નેતાનાં ઘરેથી પૈસા મળી જાય છે તો ભાજપ તેને મોટો મુદો બનાવી દે છે.. ભાજપ EDને બોલાવી લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ