બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi in Rajasthan talked about his grandmother Indira Gandhi and Adivaasi Samaj

રાજનીતિ / દાદી ઈન્દીરાની 45 વર્ષ જુની વાત કહીને રાહુલે આદિવાસીઓને લોભાવ્યાં, બાંસવાડામાં દેખાયા આક્રમક તેવર

Vaidehi

Last Updated: 06:53 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં જનસંબોધન કરતાં રાહુલ ગાંધીએ 45 વર્ષ પહેલાં પોતાના દાદી ઈન્દિરા ગાંધી દ્વારા કહેલી વાત જનતાની સામે મૂકી. કહ્યું," આદિવાસીઓ આ દેશનાં પ્રથમ નિવાસી છે."

  • ચૂંટણી પહેલાં રાજસ્થાન પહોચ્યાં રાહુલ ગાંધી 
  • આદિવાસીઓનું સંબોધન કરતાં 45 વર્ષ જૂની વાતનો ઉલ્લેખ કર્યો
  • દાદી ઈન્દિરા ગાંધીએ કહેલી એક કહાણી લોકો સમક્ષ રજૂ કરી

રાજસ્થાનમાં આ વર્ષનાં અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણીથી પહેલાં કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં માનગઢ ધામ પહોંચ્યાં હતાં. અહીં જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની વાતોનો ઉલ્લેખ કર્યો.જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓએ અંગ્રેજો સાથેની લડાઈમાં હિન્દુસ્તાનને બનાવવા માટે જે કામ કર્યું છે, જે કુર્બાનીઓ આપી છે તેના માટે હું આદિવાસી સમાજનો દિલથી આભાર માનૂં છું. આજે આદિવાસી દિવસ પણ છે અને તેથી જ હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું. આ બાદ રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરાની કહેલી વાત જનતા સામે મુકતાં કહ્યું કે,

"હું જ્યારે નાનો હતો, 6-7 વર્ષનો હતો ત્યારે મારા દાદી ઈન્દિરાજીએ મને એક બુક આપી હતી. બુકનું નામ હું- તેંદૂ એક આદિવાસી બાળક. આ બુક એક આદિવાસી બાળકનાં જીવન ઉપર હતી કે તે કેવી રીતે જંગલ જાય છે. ધનુષ-બાણથી માછલી મારે છે. તેના માતા-પિતા અને તેનો પરિવાર કઈરીતે જંગલમાં જીવે છે આ બધું જ એ પુસ્તકમાં લખેલું હતું. હું દાદીની સાથે એ પુસ્તક વાંચતો હતો." તેમણે કહ્યું કે આ વાત 45 વર્ષ જૂની છે.

"આદિવાસીઓ આપણાં દેશનાં પ્રથમ રહેવાસી છે"
તેમણે આગળ કહ્યું કે," મેં દાદીને એક દિવસ પૂછ્યું કે આદિવાસી શબ્દનો શું અર્થ થાય છે. મારા દાદી આદિવાસીઓને ઘણો પ્રેમ કરતી હતી અને તેમની સાથે ઘણો ગાઢ સંબંધ ધરાવતી હતડી. ઈન્દિરાજીએ એ સમયે કહ્યું હતું કે તેઓ હિન્દુસ્તાનનાં પ્રથમ રહેવાસી છે. આ જે આપણી જમીન છે જેને આજે આપણે ભારત કહીએ છીએ એ જમીન આ આદિવાસીઓની જમીન હતી. તેમણે કહ્યું કે આજે આધુનિક સમાજને આદિવાસીઓ પાસેથી જીવન જીવવા વિશે સમજવું જોઈએ. જળ, જંગલ અને જમીન સાથે શું સંબંધ હોવો જોઈએ એ આદિવાસીઓ પાસેથી શીખવું જોઈએ. આ વાત મારા મગજમાં બેસી ગઈ કે આદિવાસી આ દેશનાં પહેલા નિવાસી હતાં."

ભાજપ પર રાહુલે કર્યો પ્રહાર
આ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રકાર કરતાં કહ્યું કે ભાજપે એક નવો શબ્દ નિકાળ્યો છે- વનવાસી. વનવાસીનો અર્થ છે કે જે જંગલમાં રહે છે. અમે તમને આદિવાસી કહીએ છીએ. આ સમગ્ર દેશ તમારો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે જે પણ કરો છો જ્યાં પણ કરો તમે સફળતા પ્રાપ્ત કરો. ભાજપવાળા કહે છે કે તમે આદિવાસી નથી. તમે હિન્દુસ્તાનનાં પ્રથમ નિવાસી નથી. તેઓ કહે છે તમે આદિવાસી નથી તમે વનવાસી છો. એટલે કે તમે આ દેશનાં માલિક નથી. આ તમારું અપમાન છે. આ ભારત માતાનું અપમાન છે. આ સમગ્ર દેશનું અપમાન છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ