બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Rahul Gandhi in London Talks about RSS and Muslim Brotherhood

લંડન / આખરે શું છે મુસ્લિમ બ્રધરહુડ? જેની સાથે રાહુલ ગાંધીએ કરી RSSની તુલના, દેશના હિન્દુ સંગઠનો ભરાયા રોષે

Vaidehi

Last Updated: 05:59 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનમાં વિવિધ મુદાઓની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપની સાથે-સાથે RSS પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે RSSને મુસ્લિમ બ્રધરહુડ સાથે તુલના કરતાં તેને એક ગુપ્ત સમાજ જણાવ્યો હતો.

  • રાહુલ ગાંધીએ લંડનમાં કર્યાં RSS પર પ્રહાર
  • RSS અને મુસ્લિમ બ્રધરહુડની કરી તુલના
  • તેમણે RSSને એક ગુપ્ત સમાજ જણાવ્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની ટૂર પર છે. રાહુલે સોમવારે લંડન સ્થિત થિંક ટેંક ચેથમ હાઉસમાં અનેક મુદાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે RSS પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે દાવો કર્યો કે RSSનાં કારણે ભારતમાં લોકતાંત્રિક પ્રક્રિયાની પ્રકૃતિ સંપૂર્ણરીતે બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ એક ફાંસીવાદ સંગઠન છે જેણે ભારતનાં તમામ સંસ્થાનો પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન તેમણે RSSની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી.

લંડનમાં શું બોલ્યાં રાહુલ?
તેમણે ચર્ચા દરમિયાન RSSની તુલના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરીને તેને એક ગુપ્ત સમાજ જણાવ્યું. તેમણે કહ્યું કે તેનો મુખ્ય ઉદેશ્ય લોકતાંત્રિક સ્પર્ધાનાં માધ્યમથી સત્તામાં આવવાનો છે અને પછી આ લોકતાંત્રિક પ્રતિયોગિતાનો નાશ કરવાનો છે.

શું છે મુસ્લિમ બ્રધરહુડ?
મુસ્લિમ બ્રધરહુડ મિસ્ત્રનો સૌથી જૂનો ઈસ્લામિક સંગઠન છે. તેને ઈખ્વાન-અલ-મુસ્લિમનનાં નામથી ઓળખવામાં આવે છે. તેની સ્થાપના હસન-અલ-બન્નાએ 1928માં કરી હતી અને ધીરે-ધીરે આ સંગઠનની શાખાઓ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય દેશનો કાયદો શરિયાનાં આધાર પર ચલાવવાનો છે. શરૂઆતમાં તો આ સંગઠનનો મુખ્ય ઉદેશ્ય નૈતિક મૂલ્યો અને સારા કાર્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો પરંતુ પછીથી તે રાજનીતિમાં પણ શામેલ થઈ ગયું.

ક્યાં દેશો પર આ સંગઠનનો પ્રભાવ?
હસન-અલ-બન્ના દ્વારા 1928માં શરૂ કરવામાં આવેલ આ સંઠગનની સંખ્યા 1928નાં છેલ્લા દશકમાં 20 લાખ થઈ ગઈ હતી. આ સંગઠનની વિચારધારા માત્ર મિસ્ત્ર સુધી જ સીમિત નથી, પરંતુ સમગ્ર અરબ દેશોમાં ફેલાવવા લાગી હતી. મુસ્લિમ બ્રધરહુડનો ચર્ચિત નારો- ઈસ્લામ હી સમાધાન હૈ.. 

આંતકવાદમાં પણ શામેલ આ સંગઠન
અરબ દેશોમાં સક્રિય આ સંગઠન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગે છે. અમેરિકામાં થયેલા 9/11 હુમલાનાં માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન પણ  પહેલાં આ સંગઠનનો સભ્ય હતો. તેના સિવાય અલ-કાયદાને પણ મુસ્લિમ બ્રધરહુડનો ચહેરો માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ