બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / rahu ketu transit 2023 big problem in business students get success in competitive exams

Grah Gochar 2023 / રાહુ-કેતુની જોડી આ રાશિવાળાના જીવનમાં લાવશે ભૂકંપ, એક એક દિવસ કાઢવો પડશે ભારે, મોટી મુશ્કેલીના સંકેત

Kishor

Last Updated: 04:23 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી તારીખ 30 ઓક્ટોબરના રોજ રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે. જેને લઈને અનેક રાશિના લોકોના જીવનમાં બદલાવ જોવા મળશે.

  • રાહુ-કેતુના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને માથે મોટી ઉપાધી
  • સાવધાની સાથે વેપાર કરવો જોઈએ
  • નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે અચાનક મોટી સમસ્યા

રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આગામી તારીખ 30 ઓક્ટોબરના રોજ રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનને લઈને અમુક લોકોના જીવનમાં મોટી સમસ્યાઓ આવી શકે છેમ આથી વેપારીઓ સહિતના તમામ વર્ગના લોકોએ સાવધાની સાથે સામનો કરવો પડશે. રાશિ પરિવર્તનને લઈને નવેમ્બર અને ડિસેમ્બરમાં એકાએક મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે તો નવાઈ નહિ!

રાહુ-કેતુની બદલાશે ચાલ: આ 4 રાશિના જાતકોની બદલાઇ જશે કિસ્મત, મળશે તમામ  ક્ષેત્રોમાં સફળતા rahu ketu gochar on 30 october 2023 people of these 4  Rashi will get money and prosperity

રાહુ અને કેતુના રાશિ પરિવર્તનને લઈ વૃશ્ચિક રાશિના લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. આ રાશિના જાતકોના કાર્યસ્થળ પર મુશ્કેલી વધશે અને ઓફિસમાં સહકર્મી સાથે વિવાદ થાય તેવી ભીતિ હોવાથી ઓફિસમાં કામ કરતી વેળાએ કામ પર ફોકસ રાખવું પડશે. કામમાં પણ કોઈ ભૂલ ન થાય તે રીતે ચીવટતાથી કરવું જોઈએ. કારણ કે આ સમયગાળા દરમિયાન ઠપકો પણ સાંભળવો પડી શકે છે. ઊંચો હોદો ધરાવતા લોકોને પણ મુશ્કેલી પડી શકે છે.

પ્રોપર્ટીનમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોએ થોડી રાહ જોવી
રાહુ-કેતુના પ્રભાવથી વેપારીઓને પણ આર્થિક નુકસાન જાય તેવા ભણકારા વાગી રહ્યા છે. વેપારીઓએ સાવધાની સાથે વેપાર કરવો જોઈએ અને ખાસ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં એકાએક મોટી મુશ્કેલી પણ આવી શકે છે.  આવી મુશ્કેલીને કારણે કોર્ટના ધક્કા ખાવા પડી શકે તેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરંતુ તેમાં તમારો વિજય પણ થશે. વેપારીઓએ નવું કામ હાથમાં લેતા પહેલા તપાસી લેવું જોઈએ અને પ્રોપર્ટીનમાં રોકાણ કરવા ઈચ્છતા લોકોએ થોડી રાહ જોવી અને શેરબજારમાં ડીલ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. 

આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે પરંતુ તેમણે ખૂબ પરસેવો પાડવો જોશે. નોકરી શોધતા લોકોને પણ સંઘર્ષ પછી સફળતા મળશે અને અપરણીત લોકોના લગ્નના સંજોગો પણ વર્તાશે. આ ઉપરાંત પરિવારમાં બાળકો તરફથી સારા સમાચાર તેમજ જીવનસાથી સાથે સારા સંબંધો બને તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ