બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Radhanpur BJP candidate another video viral, Gujarat Election 2022

હરખ / VIDEO: રાધનપુરના BJP ઉમેદવારે કાર્યકરોને ખૂબ નચાવ્યાં, વધુ એક વીડિયોથી ચૂંટણીમાં ડાન્સની ચર્ચા

Priyakant

Last Updated: 10:10 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીને લઈ ઉમેદવારોએ અલગ-અલગ રીતે મતદારોને રિઝવવા પ્રયાસ કર્યા,રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વધુ વીડિયો વાયરલ થયો

  • રાધનપુર ભાજપના ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ 
  • લવિંગજી ઠાકોરનો જાહેરમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ 
  • માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા લવિંગજીનો વીડિયો

વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારોએ જીત માટે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. દરેક ઉમેદવારોએ અલગ-અલગ રીતે મતદારોને રિઝવવા પ્રયાસ કર્યા છે, ત્યારે રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લવિંગજી માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા જોવા મળી રહ્યા છે.

પાટણ જિલ્લાની રાધનપુર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે. જોકે ટિકિટ મળવાની ખુશીમાં તેમનું નામ જાહેર થયાના સમયે પણ લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. જે બાદમાં હવે લવિંગજી ઠાકોરનો જાહેરમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં લવિંગજી ઠાકોર માથે સાફો પહેરી લોકો વચ્ચે નાચતા જોવા મળી રહ્યા છે. 


 
અગાઉ પણ વાયરલ થયો હતો વિડીયો 

રાધનપુર બેઠક પરથી ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યાર બાદ લવિંગજી ઠાકોરનો એક વીડિયો સામે આવ્યો હતો.  જેમાં લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમતા જોવા મળી રહ્યાં હતા. ત્યારે ઢોલના તાલે ઝૂમતા લવિંગજીનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ