બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Questions of High Court against the policy of Ahmedabad Municipality

ટકોર / 'વારંવાર રોડ તૂટવા એ ગંભીર બાબત', અમદાવાદ મનપાની નીતિ વિરૂદ્ધ હાઇકોર્ટના સવાલ

Malay

Last Updated: 02:07 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાની નીતિ સામે ઉઠાવ્યા સવાલ હતા.

 

  • શહેરમાં મનપાની નીતિ સામે HCના સવાલ
  • ચોમાસા પહેલા જવાબદારી નક્કી થવી જોઈએ
  • તૂટેલા રોડ રસ્તાને કારણે ટ્રાફિક વધ્યો
  • રખડતા ઢોરને કારણે અકસ્માત વધ્યા

રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદાને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. 

મનપાની નીતિ સામે ઉઠાવ્યા સવાલ 
સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મનપાની નીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે, રોડ નવા બનાવ્યા છતાં વારંવાર રોડ તૂટવા એ ગંભીર બાબત છે. ગંભીર મામલામાં આવી બાબતોને લઈને સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ. 

અમદાવાદના તૂટેલા રોડ-રસ્તા મામલે HCની ટકોર, 'ચોમાસુ જતું રહેશે તો સત્તાધીશો  ફરી ઊંઘી જશે, યોગ્ય સમયે કેસ ચાલે તો...' | Gujarat HC said if the monsoon  continues ...

AMCને હાઈકોર્ટની ટકોર
હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરતા કહ્યું હતું કે, આ ગંભીર બાબતનો નિકાલ અને ઉકેલ ખૂબ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે મનપાને આગામી સુનાવણીમાં સોગંદનામાની સાથે ચોક્કસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. મહત્વનું છે કે, હાઈકોર્ટમાં આ મામલે વિગતવાર સુનાવણી આગામી શુક્રવારના રોજ હાથ ધરાશે.

ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએઃ અરજદાર
અરજદારે શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોરના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. તૂટેલા રોડ રસ્તા, રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સ્થિતિ વિકરાલ બની રહી છે. 

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

શહેરમાં હાલ ઢોર પોલિસી પર નહીં થાય અમલ
અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે. જેથી તંત્રએ પાછીપાની કરી છે.

મ્યુ કમિશનર રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ કરશે ફેરફાર
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં બીજી વખત આ કામ લાવવામાં આવ્યું અને તે પણ મંજુર કરવાની બદલે પરત મોકલવામાં આવ્યું હતું. રખડતા ઢોર માટેની પોલિસી માટેની દરખાસ્ત કમિશનરને પરત મોકલવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, આ દરખાસ્તમાં હજુ કયા સુધારા વધારા થઈ શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને આથી જ આ કામ પરત મોકલવામાં આવ્યું છે. આમ જે રીતે કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસીનું કામ પરત મોકલવામાં આવ્યું છે તે જોતા એવું કહી શકાય કે હજુ પોલિસીના અમલીકરણને લાંબો સમય વીતી જાય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે રખડતાં ઢોર મામલે લાયસન્સ, ફરજિયાત પરમીટ સહિતના અનેક નિયમો લાગુ કરાયા હતા.

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

AMCએ જાહેર કરી હતી નવી ઢોર પોલિસી 
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી ઢોર પોલીસી જાહેર કરી હતી. જેમાં ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવા જણાવાયું હતું. વધુમાં લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો હતો અને વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવા સહિતના નિયમો બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ