બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Qatar 8 Indian Nevi Officers sentenced to death, Indian Government is in Shock

ચૂકાદો / કતારમાં 8 ભારતીય પૂર્વ નેવી ઓફીસર્સને મળી મૃત્યુદંડની સજા! ભારત સરકારે કહ્યું અમે તમામ પ્રકારની મદદ માટે તૈયાર

Vaidehi

Last Updated: 05:46 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારમાં 8 ભારતીય પૂર્વ નેવી સૈનિકોને મોતની સજા સંભળાવવામાં આવી છે જેના પર ભારત સરકારે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે અમે સ્તબ્ધ છીએ!

  • કતારમાં 8 ભારતીયોને મળી મૃત્યુદંડની સજા
  • 8 લોકો ભારતીય નેવીનાં પૂર્વ ઓફીસર્સ છે
  • કતાર કોર્ટે 8 લોકો પર જાસૂસીનો આરોપ મૂક્યો છે

કતારમાં 8 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. કતારમાં કોર્ટનાં આ નિર્ણય પર ભારત સરકારે નિવેદન આપ્યું છે. વિદેશમંત્રાલયે કહ્યું કે અમે આ નિર્ણયથી સ્તબ્ધ છીએ અને અમે વિસ્તૃત માહિતીની રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં અમે તમામ કાયદાકીય વિકલ્પો પણ શોધી રહ્યાં છે.

8 લોકો પર જાસૂસીનો આરોપ
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પાસે પ્રારંભિક જાણકારી છે કે કતારની કોર્ટે આજે અલ દહરા કંપનીનાં 8 ભારતીય કર્મચારીઓને મૃત્યુદંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે આ 8 ભારતીયોને કતારે કસ્ટડીમાં લીધાં હતાં. આ 8 લોકો ભારતનાં પૂર્વ નેવી ઓફીસરો છે જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહ્યાં હતાં. આ કંપની કતાર એમિરી નૌસેનાને ટ્રેનિંગ અને અન્ય સેવા પ્રદાન કરતી હતી. જે બાદ કતારે આ 8 લોકો પર જાસૂસીનો આરોપ મૂક્યો હતો.

ભારત સરકાર આ નિર્ણયથી સ્તબ્ધ
ભારત સરકારે કહ્યું કે,' કોર્ટે આ 8 ઓફીસરોને મૃત્યુદંડની સજા આપી છે. આ નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ અને મુદાને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યાં છીએ.  અમે પરિવારનાં સદસ્યો અને કાનૂની ટીમ સાથે પણ સતત સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોની મુક્તિ માટે અમે તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યાં છીએ. અમે તમામ કાંસુલર અને કાયદાકીય સહાયતા આપવાનું ચાલુ રાખશું.  કતારની કોર્ટનાં આ નિર્ણયની સામે અમે અવાજ ઊઠાવશું. મામલાની ગંભીરતા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખતાં આ સમયે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવું યોગ્ય નથી.'

આ ઓફીસર્સમાં રાષ્ટ્રપતિથી સમ્માનિત વ્યક્તિ પણ શામેલ
કતાર પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવેલા 8 પૂર્વ નેવી સૈનિકોમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સમ્માનિત કમાંડર પૂર્ણંદૂ તિવારી પણ શામેલ છે. 2019માં તાત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પ્રવાસી ભારતીય પુરસ્કારથી સમ્માનિત કર્યું હતું. કંપનીની વેબસાઈટની જાણકારી અનુસાર પૂર્ણંદૂ તિવારી ભારતીય નેવીમાં અનેક મોટા જહાજોની કમાન સંભાળતાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ