બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / PushpaTheRuleBudget AlluArjun charged PushpaPartOne almost Part2 difference budget film pushpa2

બજેટ / પુષ્પા ધ રૂલને લઈને મોટા સમાચાર આવ્યા સામે, અલ્લુ અર્જુનની ફીમાં કર્યો ધરખમ વધારો, જાણીને તમે પણ ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 02:41 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુષ્પા ધ રૂલ બજેટઃ જ્યારે અલ્લુ અર્જુને પુષ્પા પાર્ટ વન માટે લગભગ 45 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા, ત્યારે તેણે ભાગ-2 માટે આ આંકડો લગભગ બમણો કર્યો હતો. સાથે જ ફિલ્મના બજેટમાં પણ જમીન-આસમાનનો તફાવત છે.

  • પુષ્પા-2ને લઈને નવા સમાચાર સામે આવ્યા
  • પુષ્પા-2 માટે નિર્માતાએ બજેટ ડબલ કર્યું
  • અલ્લુ અર્જુને પુષ્પા-2 માટે ફી બમણી કરી નાખી

દર્શકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ પુષ્પા-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરે જ એવું અદ્ભુત વાતાવરણ બનાવ્યું છે કે હવે દર્શકો ટ્રેલર માટે ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સ માટે પણ ફિલ્મના પહેલા ભાગની સરખામણીમાં દર્શકોએ મનોરંજનનો ડબલ ડોઝ આપવો પડશે. કારણ કે પહેલા ભાગની સરખામણીએ આ ભાગથી ચાહકોની અપેક્ષાઓ પણ બમણી થઈ જશે. નિર્માતાઓએ પણ દર્શકોની અપેક્ષાઓ પૂરી કરવા પાણીની જેમ પૈસા વહાવ્યા છે.

અલ્લુ અર્જુને બીજા ભાગ માટે તેની ફી બમણી કરી 

પુષ્પા-1 નું બજેટ રૂ. 170 કરોડ હતું અને પ્રમોશન અને અન્ય બાબતો ઉમેરીને આ આંકડો રૂ. 250 કરોડની આસપાસ હતો. પાર્ટ-1 માટે અલ્લુ અર્જુને મેકર્સ પાસેથી 45 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને આ રકમ પર ડીલ પણ થઈ ગઈ હતી. અલ્લુ અર્જુને બીજા ભાગ માટે તેની ફી બમણી કરી છે, તો બીજી તરફ નિર્માતાઓએ ફિલ્મનું બજેટ ખૂબ જ વધારી દીધું છે. કારણ હતું ફિલ્મના પહેલા ભાગને મળેલો પ્રતિસાદ જે અપેક્ષા કરતા અનેક ગણો વધુ હતો.

ફિલ્મનું બજેટ લગભગ બમણું કરી દીધું 

પહેલા ભાગની સરખામણીમાં મેકર્સે ફિલ્મનું બજેટ લગભગ બમણું કરી દીધું છે. અહેવાલો અનુસાર, 'પુષ્પા ધ રૂલ'નું પ્રારંભિક બજેટ લગભગ 350 કરોડ રૂપિયા હતું. પ્રમોશન અને અન્ય વસ્તુઓનો ખર્ચ ઉમેરીને આ આંકડો લગભગ 400 કરોડ સુધી પહોંચી ગયો. ફિલ્મનું બજેટ વધ્યું અને પ્રથમ ભાગને સારો પ્રતિસાદ મળતા અલ્લુ અર્જુને તેની ફીમાં પણ વધારો કર્યો. એક રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને બીજા ભાગ માટે 150 કરોડ રૂપિયા માંગ્યા હતા પરંતુ ડીલ 125 કરોડ રૂપિયામાં થઈ ગઈ હતી.

પુષ્ફા ધ રૂલ બજેટ અને અલ્લુ અર્જુનની ફી

પહેલા ભાગની સરખામણીમાં મેકર્સે ફિલ્મનું બજેટ લગભગ બમણું કરી દીધું છે. અહેવાલો અનુસાર 'પુષ્પા ધ રૂલ'નું પ્રારંભિક બજેટ લગભગ 350 કરોડ રૂપિયા હતું. પ્રમોશન અને અન્ય વસ્તુઓનો ખર્ચ ઉમેરીને આ આંકડો લગભગ 400 કરોડ સુધી પહોંચી ગયો. ફિલ્મનું બજેટ વધ્યું અને પ્રથમ ભાગને સારો પ્રતિસાદ મળતા અલ્લુ અર્જુને તેની ફીમાં પણ વધારો કર્યો. એક રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુને બીજા ભાગ માટે 150 કરોડ રૂપિયા માંગ્યા હતા પરંતુ ડીલ 125 કરોડ રૂપિયામાં થઈ ગઈ હતી.

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા'ની સ્ટોરી શું છે?

કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુનને બીજા ભાગ માટે લગભગ 85 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ 'પુષ્પા' ની વાર્તા વાસ્તવમાં એક ગેંગસ્ટરની વાર્તા છે જે દક્ષિણના જંગલોમાં લાલ ચંદનની દાણચોરીનો વ્યવસાય કરે છે. સમય જતાં આ ગેંગસ્ટર એટલો મોટો થઈ જાય છે કે તે પોલીસ અને કાયદો પોતાના ખિસ્સામાં રાખવા માંડે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ