બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Pushpa's actress was stunned to see School Girl dance on 'Sami-Sami'

Viral Video / નાનકડી ક્યૂટ ઢીંગલીએ પુષ્પા ફિલ્મના ગીત પર કર્યો ડાન્સ, રશ્મિકાએ કહ્યું- પ્રેમ થઈ ગયો, આને મળવું પડશે

Megha

Last Updated: 11:38 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે.

  • સોશિયલ મીડિયા પર પુષ્પા ફિલ્મનો ક્રેઝ હજુ પણ ચાલુ છે
  • સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી
  • વિડીયોએ પુષ્પાની અભિનેત્રીનું દિલ જીતી લીધું

ઘણી વખત એવી ફિલ્મો આવે છે જે આપણા માનસપટ પર વર્ષો સુધી તેની છાપ છોડી જાય છે. એ પછી ફિલ્મના કિરદાર હોય કે, કોઈ ડાયલોગ્સ કે પછી કોઈ ગીત અને એના સ્ટેપ્સ. ગયા વર્ષે એક એવી જ ફિલ્મ આવી હતી જેનું નામ છે 'પુષ્પાઃ ધ રાઇઝ'. તેના ડાયલોગ્સ અને ગીતો આજે પણ દરેક લોકોને યાદ છે.  જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ ચાલુ છે. લોકો તેના ગીતો અને ડાયલોગ્સ પર રીલ્સ બનાવે છે. હાલ એક વિડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સ્કૂલની નાની છોકરી 'સામી સામી' ગીત પર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. 

વિડીયોએ પુષ્પાની અભિનેત્રીનું દિલ જીતી લીધું
આ વાયરલ થયેલ વીડિયો કોઈ સ્કૂલમાં ડાન્સ રિહર્સલ દરમિયાનનો હોય તેવું લાગી રહ્યું છે, વિડીયોમાં એ નાની છોકરી સિવાય અન્ય બાળકો પણ બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતા જોવા મળે છે પણ એ બધા વચ્ચે અ એક છોકરી ગીત સાથે લિપ-સિંક કરીને ફિલ્મમાં અભિનેત્રી ડાન્સ કરે છે એ મુજબ પુરા કોન્ફિડન્સ અને મુવ્સથી ડાન્સ કરી રહી હતી. જણાઈ દઈએ કે એ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને  પુષ્પા ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ અ વીડિયો શેર કર્યો છે. વિડીયો શેર કર્તાની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે, 'આ વિડીયોએ મારો દિવસ બનાવી દીધો. હું આ ક્યુટ છોકરીને મળવા માંગુ છું.  કેવી રીતે મળી શકું?'

હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને લાઇક કરીને તેમના અલગ અલગ પ્રતિભાવો પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'ખૂબ જ ક્યૂટ વીડિયો'. જ્યારે બીજાએ કોમેન્ટ કરી છે એ, 'આ વીડિયોએ મારો દિવસ બનાવ્યો.' 

જણાવી દઈએ કે સુકુમાર દ્વારા નિર્દેશિત અલ્લુ અર્જુન અભિનીત ફિલ્મ 'પુષ્પા' વર્ષ 2021 ની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ તરીકે ઉભરી આવી હતી અને આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મોમાંની એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ