બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Pune building slab collapsed 7 labourers killed in accident

મહારાષ્ટ્ર / પૂણેમાં કામ કરતાં મજૂરો પર નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડી જતાં 7 ના કરુણ મોત, ૩ ગંભીર રીતે ઘાયલ

Mayur

Last Updated: 07:23 AM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પુણેમાં એક દર્દનાક અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે.નિર્માણાધીન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો સ્લેબ 10 મજૂરો પર પડતાં 16 mm ના સળિયા ઘૂસી ગયા હતા.

  • મહારાષ્ટ્રના પુણેમાં મોટી દૂર્ઘટના
  • નિર્માણાધિન બિલ્ડિંગનો લોખંડનો સ્લેબ ધરાશાયી
  • સ્લેબ ધરાશાયી થતા 7 શ્રમિકોના મોત

મહારાષ્ટ્રના પુણેમાં એક દર્દનાક અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે યરવડા વિસ્તારના શાસ્ત્રીનગરમાં બની હતી. 

પૂણેમાં બનેલી આ ઘટનામાં આ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે તેનો એક સ્લેબ (છતનો ભાગ) પડી ગયો. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.

સાત લોકોના મોત 

ઝોન-5ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિદાસ પવારે જણાવ્યું કે આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડ અને પોલીસ કામે લાગ્યા 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બિલ્ડિંગના ભોંયરામાં થયો હતો.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

સ્લેબ નાખતી વખતે અકસ્માત થયો
તમને જણાવી દઈએ કે લોખંડનો સ્લેબ નાખતી વખતે આ અકસ્માત થયો હતો. તેને નાખવા માટે લોખંડના સળિયા વડે જાળી બનાવવામાં આવી હતી. કામદારો નેટના ટેકા પર ઉભા રહીને કામ કરી રહ્યા હતા. ત્યારબાદ આ જાળી 10 મજૂરો પર પડી અને લોખંડના સળિયા કામદારોના શરીરમાં ઘૂસી ગયા. ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કટરની મદદથી જાળી નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ