બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / pumpkin seeds help in boosting immunity, weight loss, fertility

તમારા કામનું / આ શાકના બીજ ખાવાથી સારી બની જશે પુરુષોની ફર્ટિલિટી, વધશે સ્પર્મ કાઉન્ટ, સાથે બીજા 5 ફાયદા

Vaidehi

Last Updated: 06:41 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શાકનાં બીજ ખાવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે સાથે જ વજન ઉતારવામાં પણ લાભદાયી હોય છે. જાણો બીજા ક્યાં ફાયદાઓ છે?

  • કોળાનાં બીજનું સેવન કરવાથી શરીરને મળશે ફાયદો
  • વજન ઉતારવાથી લઈને ડાયાબિટીઝમાં ઉપયોગી
  • કોળાનાં બીજથી પુરુષોનાં સ્પર્મ કાઉન્ટમાં પણ થાય છે વધારો

Benefits of Pumpkin Seeds: કોળું એવું શાક છે જે બધાને નથી ભાવતું હોતું. જો તમે અથવા તમારા બાળકો કોળાનું શાક ખાવાથી ઈનકાર કરો છો તો તમને જણાવી દઈએ કે કોળાનાં બીજ માત્રનું સેવન કરવાથી પણ શરીરને અનેક ફાયદાઓ મળતાં હોય છે. વજન ઘટાડવાથી લઈને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા સુધી આ બીજ ઘણાં લાભદાયી છે.

જાણો ફાયદાઓ અને સેવનની સાચી રીત:

ઈમ્યૂનિટી બૂસ્ટ
કોળાના બીજમાં વિટામિન ઈ અને ઝીંક હોય છે જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. ફ્રી રેડિકલ્સનાં કારણે શરીરમાં થારા નુક્સાનથી પણ પ્રોટેક્શન આપે છે. ઝીંક શરીરમાં થતી એલર્જીથી પણ બચાવ કરે છે.

ડાયાબિટીઝમાં ઉપયોગી
આ બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. મેગ્નેશિયમ બ્લડ શુગરને ઘટાડવાનું કામ કરે છે.

પુરુષો માટે લાભદાયી
ઝીંકની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી આ બીજ પુરુષોની ફર્ટિલિટીને વધુ સારી બનાવવામાં મદદ કરે છે. આ ટેલ્ટોસ્ટેરોનનાં લેવલ અને સ્પર્મની ગુણવત્તા-માત્રા બંનેમાં વધારો કરે છે.

વજન ઘટશે
જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હો તો કોળાનાં બીજ લાભદાયી છે કારણતે કે તેમાં પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં હોય છે. તેવામાં તમે જ્યારે આ બીજનું સેવન કરો છો તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેના લીધે કેલેરી કાઉન્ટ પણ ડાઉન જાય છે.

હાડકામાં મજબૂતી
કોળાનાં બીજમાં રહેલ મેગ્નેશિયમ હાડકાઓનાં ગ્રોથ માટે મદદરૂપ બને છે. જે લોકો ડાયટમાં મેગ્નેશિયમને પૂરતાં પ્રમાણમાં લે છે તેમનાં હાડકાઓમાં મિનરલ્સની ડેંસિટી વધુ હોય છે. જેના લીધે હાડકું ભાંગવું કે ઓસ્ટિયોપોરોસિસ જેવા ખતરાઓ ટળે છે.

આ રીતે કરવું સેવન
કોળાનાં બીજને રોસ્ટ કરીને નાસ્તાની જેમ ખાઈ શકો છો. આ સિવાય સ્મૂધી, દહીં, ફળ કે સલાડ, સૂપ, બ્રેડ, ઓટ્સની સાથે પણ ખાઈ શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ