બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Public outrage against terror of mentally deranged persons in Jasadan

વિકૃત આનંદ / '**#@ ભાભી **#@ સાથે ચાલુ છે..' જસદણમા 10,20,50ની ચલણીનોટમા બિભત્સ લખાણ લખી શખ્સ મહિલાઓના ઘરમા ફેંકતો

Kishor

Last Updated: 06:53 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણમાં ચિતલીયા રોડ પર છેલ્લા 10 વર્ષથી મહિલાઓને બદનામ કરવા એક અજાણ્યો શખ્સ અવારનવાર ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાખતો હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

  • જસદણમાં માનસિક વિકૃત શખ્સનો આતંક સામે લોકોમાં રોષ
  • ચિતલીયા વિસ્તારમાં મહીલાઓને શખ્સ પરેશાન કરતો હોવાનો આક્ષેપ 
  • 10 વર્ષથી મહિલાઓને બદનામ કરવાની હરકતો કરતો હોવાનો આક્ષેપ 

રાજકોટના જસદણ શહેરમાં માનસિક વિકૃત વ્યક્તિના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જસદણમાં ચિતલીયા રોડ પર છેલ્લા 10 વર્ષથી વિકૃત મગજનો માણસ 10,20 અને 50 રૂપિયાની ચલણી નોટો પર બીભત્સ લખાણ લખીને મહિલાઓના ઘરમાં નાખવાની હરકત કરી હતી. જેને પગલે સ્થાનિકો લોકો પરેશાન થઈ ગયા છે. એટલું જ નહીં આ વ્યક્તિનો છેલ્લા 10 વર્ષથી ત્રાસ શરૂ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. આખરે સ્થાનિકોએ કંટાળી પોલીસનો સહારો લઈ ફરિયાદ નોંધાવી છે.

મહિલાઓને બદનામ કરવા એક અજાણ્યો શખ્સ અવારનવાર ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાખી રહ્યો છે, વિકૃત મગજનો આ શખ્સ વિસ્તારના 200 જેટલા ઘરમાં મહિલાઓના નામ ચલણી નોટો અને કોરા કાગળમાં ચિઠ્ઠીઓ લખી બદનામ કરી રહ્યો છે. આ શખ્સ રૂ.10 ની નોટ, રૂ.20 ની નોટ અને રૂ.50 ની નોટમાં તેમજ અમુક ચિઠ્ઠીઓ સાદા કાગળમાં લખીને નાખતો હોવાના પુરાવાઓ મહિલાઓએ પોલીસ સ્ટેશને રજુ કરતા ચકચાર મચી ગઈ હતી. 

શરમજનક બાબત અંગે પોલીસમાં જાણ કરાઈ

 આ શરમજનક કિસ્સા અંગે આજદિન સુધી વિસ્તારની મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી. પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ ગઈ હતી. જેથી ઉમિયાનગર વિસ્તારના આગેવાનોની હાજરીમાં આ શરમજનક બાબત અંગે પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસ અધિકારોઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલ આ બનાવમાં જસદણ પોલીસે મહિલાઓની રજૂઆતના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાઓને ઘર બહાર નીકળવું મુશ્કેલ
લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, અમારા વિસ્તારની મહિલાઓને બદનામ કરવા માટે કોઈ અજાણ્યો શખ્સ નામજોગ ચિઠ્ઠીઓ ઘરમાં નાખી બદનામ કરવા બીભત્સ ભાષાનો ઉપયોગ કરે છે.આ શખ્સથી કંટાળી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અમારી પાસે તેની ચીઠ્ઠીઓ અને નોટો સહિતના તમામ પુરાવાઓ છે. 


એકબીજાના ઘરે આવવા-જવાના વ્યવહાર પણ બંધ થયા

આ વ્યક્તિએ ચલણી નોટોમાં આવું બીભત્સ લખાણ કર્યું હોવાથી તેણે લક્ષ્મીજીનું અપમાન કર્યું હોવાની પણ રાવ ઉઠી છે. આ વ્યક્તિ અવારનવાર સામસામા આજુબાજુવાળાના નામ લખી આરોપ લગાવતો હોવાથી અનેક લોકોના એકબીજાના ઘરે આવવા-જવાના વ્યવહાર પણ બંધ થઈ ગયા છે. આ શખ્સ ચિઠ્ઠીમાં છેલ્લે લીખીતનમાં પણ ખોટું નામ લખે છે. જેથી વેરઝેર ઉભા થાય છે. જેની સામે આકરામા આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ