બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PSLV-C57 Aditya L1 Mission The preparations for the launch are progressing by ISRO

મિશન સૂર્ય / ચંદ્રયાન બાદ હવે મિશન સૂર્યની તૈયારીઓ પૂરજોશમાં, ISROએ ફોટો શેર કરીને આપી નવી અપડેટ

Kishor

Last Updated: 03:18 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-૩ માં ઈતિહાસ રચી દીધા બાદ હવે મિશન સૂર્યને લઈને ISRO દ્વારા શ્રમ યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે ISRO ફોટો શેર કરી પૂરજોશમાં ચાલતી તૈયારીનો નજારો બતાવાયો છે.

 

  • સૂર્ય મિશનના લોન્ચિંગને લઇને અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ :ISRO
  • તૈયારી અને રિહર્સલ પુર્ણ
  • સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરના સવારે થશે લોન્ચ

સૂર્ય મિશનના લોન્ચિંગની તારીખ નજીક આવતાં જ ઇસરોએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. તેને લઇને ઇસરોએ ટ્વીટર પર એક પોસ્ટ કરતાં નવી માહિતી પણ આપી દીધી છે. ઇસરોએ જાણકારી આપતાં જણાવ્યું કે સૂર્ય મિશનના લોન્ચિંગને લઇને અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ચંદ્રયાન - 3ના સફળ લોન્ચિંગ બાદ ઇસરોએ જણાવ્યું કે છે PSLV-57 અથવા આદિત્ય-L1 મિશનના લોન્ચિંગની તૈયારી ચાલી રહી છે. લોન્ચ રિહર્સલ અને વાહનની આંતરિક તપાસ પણ પૂર્ણ થઇ ચૂકી છે. 

ઇસરોએ લોન્ચિંગનું કર્યું રિહર્સલ

સૂર્યનું અધ્યયન કરવા માટે લોન્ચ કરવામાં આવનાર પોતાના નવા મિશન આદિત્ય-એલ1 પર અપડેટ આપતા ઇસરોએ કહ્યું કે લોન્ચ રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ પુર્ણ થઇ ચૂકી છે. 

ક્યારે લોન્ચ થશે સૂર્ય મિશન ?

ઉલ્લેખનીય છે કે સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે 50 મિનિટે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવનાર છે. આદિત્ય-એલ1 અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર એલ1 (લેંગરેજ પોઇન્ટ)ની ચારે બાજુની કક્ષામાંથી સૂર્યનું અધ્યયન કરવાનું છે. આ યાન ફોટોસ્ફેયર (એટલે કે એવો ભાગ જે આપણેને દેખાય છે), ક્રોમોસ્ફેયર (ફોટોસ્ફેયરનો ઉપરનો ભાગ) અને સૂર્યની સૌથી બહારની લેરનું નિરિક્ષણ કરવા માટે સાત પેલોડ લઇ જશે.


પીએસએલવી પ્રક્ષેપણ યાનને લઇને ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર ડો. આરસી કપૂરે જણાવ્યું કે આ મિશન માટે પીએલએલવી રોકેટનો ઉપયોગ સારો નિર્ણય છે. તેનો ઉપયોગ મોટાભાગના મિશન માટે કરવામાં આવ્યો છે. પીએસએલવી પૃથ્વી કક્ષામાં લગભગ 3200 કિલોગ્રામ સુધી લઇ જઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ