બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Protest against VIP darshan at Dakor Ranchodharai temple

ઉગ્ર વિરોધ / ડાકોરમાં VIP દર્શન: 500 રૂપિયાની ફી મુદ્દે ભડક્યો વિરોધ, નિર્ણય પાછો ન લેવાય તો ઉપવાસ આંદોલનની ચીમકી

Malay

Last Updated: 03:50 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dakor News: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, હિન્દુ સંગઠનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા મંદિરના મેનેજરને અપાયું આવેદન પત્ર.

  • ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે VIP કલ્ચર શરૂ 
  • ડાકોર મંદિરમાં VIP દર્શનના નિર્ણયનો ઉગ્ર વિરોધ
  • ઠસરા તાલુકાના સરપંચ એસોસિએશને આપ્યું આવેદન
  • હિન્દુ સંગઠને ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.  ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ લાગું કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હિન્દુ સંગઠનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા VIP દર્શનના નિર્ણયનો મંદિરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. 

સંગઠન દ્વારા આવેદન અપાયું
આજે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના યુવાનો અને ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો ડાકોર મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ  ‘ભગવાન તો પ્રેમના ભૂખ્યા તમે પૈસાના ભૂખ્યા’ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેઓએ મંદિરના મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું. સાથે જ તેઓએ અલ્ટીમેટર આપ્યું હતું કે, જો આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

Topic | VTV Gujarati

ભગવાનના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે 
આપને જણાવી દઈએ કે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં હવે VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. 

જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે? 
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ