બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Protest against implementation of old pension scheme on Gandhi Chindhya Marg across Gujarat

OPS વિવાદ / ગુજરાતભરમાં ગાંધી ચીંધ્યા માર્ગે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિરોધ, રેલીઓ અને ધરણાં કરી સરકારને જગાડવાનો પ્રયાસ

Vishal Khamar

Last Updated: 07:52 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધી જયંતીનાં દિવસે શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી. સરકારે કરેલા વાયદાઓ મુદ્દે ઠરાવ પસાર ન થતાં આંદોલનની શસ્ત્ર શિક્ષકો દ્વારા ઉગામ્યું છે. જૂની પેન્શન યોજના, NPS સહિતનાં મુદ્દે આંદોલનની જાહેરાત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે કરી છે.

  • અમદાવાદમાં પણ જૂની પેન્શન લાગૂ કરવાની માગ સાથે વિરોધ
  • OPS લાગૂ કરવાની માગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું આંદોલન
  • ઈન્કમટેક્સ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ

અમદાવાદમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. OPS  લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આંદોલન શરૂ કર્યું છે. ઈન્કમટેક્ષ ચાર રસ્તા સુધી રેલી યોજીને ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી અર્પણ કરી આંદોલનની શરૂઆત કરી હતી. આવતીકાલથી 7 ઓક્ટોમ્બરથી જીલ્લા સ્તરે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવશે. 

આગામી ત્રણથી સાત ઓક્ટોબર સુધી કરાશે રજૂઆત
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગાંધીનગર જીલ્લા દ્વારા આંદોલનનનાં એંધાણ છે. જૂની પેન્શન યોજનાં લાગુ કરવા શિક્ષકો દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે મહાત્માં ગાંધીની જન્મ જયંતીનાં દિવસે સેક્ટર 16 માં વિરોધ નોંધાવ્યો હતો. જૂની પેન્શન યોજનાં લાગુ કરવાની માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. સમાધાન મુજબ ઠરાવ કરવા, પડતર પ્રશ્નોનાં ઉકેલવા માંગ, મહાત્મા ગાંધીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી આંદોલનની શરૂઆત કરશે. આગામી ત્રણથી સાત ઓક્ટોમ્બર સુધી રજૂઆત કરશે. ધારાસભ્યો, સાંસદ, જીલ્લા પંચાયતનાં પ્રમુખો, પાર્ટી પ્રમુકોને રૂબરૂ રજૂઆત કરી શકશે. 

શિક્ષકોએ ગાંધીજીની પ્રતિમાને હાર અને સુતરની આંટી પહેરાવી આંદોલનનો પ્રારંભ કર્યો
નર્મદા જિલ્લાના રાજપીપળામાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થઈ જૂની પેન્શન યોજનાનો અમલ કરવા માગ કરી છે. શિક્ષકોએ ગાંધીજીની પ્રતિમાને હાર અને સુતરની આંટી પહેરાવી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. શિક્ષકોનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના ચાલી રહી છે જ્યાં બંધ હતી તે રાજ્યમાં પણ આ યોજના અમલમાં મુકાઇ છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ જૂની પેન્શન યોજના લાગુ કરે તેવી શિક્ષકો માગ કરી છે.

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રેલી
બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુરમાં પણ શિક્ષકોનું આંદોલન શરૂ થયું હતું. જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો દ્વારા આંદોલન શરૂ કર્યું છે. પાલનપુર જીલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા હતા. મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષકોનું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોનલ કર્યું હતું. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે રેલી યોજી હતી.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ