બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Property rights of women know what rights does a women have if her husband dies

તમારા કામનું / પતિ અને સાસરિયાંની પ્રોપર્ટી પર પત્નીનો કેટલો અધિકાર? દરેક મહિલાને જાણી લેવો જોઈએ આ નિયમ

Arohi

Last Updated: 03:47 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Property Rights Of Women: મહિલાઓને પિતાની સંપત્તિમાં પુરૂષોને બરાબર જ અધિકાર પ્રાપ્ત છે. પરંતુ પતિની સંપત્તિમાં તેમનો કેટલો અધિકાર હોય છે તેના વિશે મોટાભાગની મહિલાઓને જાણકારી નથી.

  • સાસરિયાંની પ્રોપર્ટી પર પત્નીનો કેટલો અધિકાર? 
  • પતિની સંપત્તિમાં મહિલાઓનો શું છે અધિકાર? 
  • દરેક મહિલાને જાણી લેવો જોઈએ આ નિયમ

મહિલાઓને પોતાની પૈતૃક સંપત્તિ એટલે કે પિતાની સંપત્તિ પર પુરૂષોના સમાન જ અધિકાર હોય છે. પરંતુ દેશમાં મોટાભાગની મહિલાઓ પિતાની સંપત્તિમાં પોતાનો ભાગ નથી લેતી. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને પોતાના પતિ અને સાસરીયાની સંપત્તિમાં કેટલો અધિકાર છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સંપત્તિ પર સંપૂર્ણ હક પત્નીનો હોય છે જ્યારે આ વાત સંપૂર્ણ રીતે યોગ્ય નથી. 

મહિલાઓ લગ્ન બાદ પોતાના માતા-પિતાનું ઘર છોડીને પતિના ઘરે રહેવા લાગે છે. પરંતુ તેનાથી પતિની સંપત્તિ પર તેને હક નથી મળતો. આવો જાણીએ કે મહિલાઓને પોતાના પતિ અને સાસરિયાંની સંપત્તિમાં કેટલો અધિકાર હોય છે. 

પતિની સંપત્તિ પર પત્નીનો કેટલો અધિકાર? 
મોટાભાગના લોકો એવું માને છે કે પતિની સંપત્તિ પર પત્નીનો સંપૂર્ણ હક હોય છે પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચ્ચી નથી. આ સંપત્તિ પર પત્નીના ઉપરાંત પરિવારના બાકી લોકોનો પણ અધિકાર હોય છે. જો કોઈ સંપત્તિ પતિની કમાણીની છે તો તેના પર પત્નીની સાથે સાથે માતા અને બાળકોનો પણ અધિકાર છે. 

જો કોઈ વ્યક્તિએ પોતાની વસીયત બનાવી લીધી છે તો તેના મોત બાદ તેની નોમિનીને તેની સંપત્તિ મળે છે. તે નોમિની તેની પત્ની પણ હોઈ શકે છે. ત્યાં જ જો કોઈ વ્યક્તિનું વસીયત વગર જ મોત થઈ જાય છે તો તેની સંપત્તિમાં પત્ની ઉપરાંત માતા અને બાળકોમાં બરાબર વહેચણી થાય છે. 

પતિની પૈતૃક સંપત્તિ પર પત્નીનો અધિકાર 
જો કોઈ મહિલાના પતિનું મોત થઈ જાય છે તો તેના પતિની પૈતૃક સંપત્તિ પર તેનો અધિકાર નથી હોતો. પતિના મોત બાદ મહિલાને સાસરીમાંથી કાઢી ન શકાય. સાસરીયાંએ મહિલાને ખર્ચ પણ આપવો પડે છે. 

મેન્ટેન્સની રકમ સાસરીયાંની આર્થિક સ્થિતિના આધાર પર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો મહિલાના બાળક છે તો તેના પતિના ભાગની સંપૂર્ણ સંપત્તિ મળે છે. જો તે વિધવા મહિલા બીજા લગ્ન કરે છે તો તેને મળતું મેન્ટેન્સ બંધ થઈ જાય છે. 

ડિવોર્સ થવા પર મહિલાને સંપત્તિનો અધિકાર 
જો કોઈ મહિલાનો પતિ સાથે ડિવાર્સ થઈ જાય છે. તો તે પતિ પાસે મેઈન્ટેન્સ માંગી શકે છે. તે પણ પતિ અને પત્ની બન્નેની આર્થિક સ્થિતિના આધાર પર નક્કી થાય છે. ડિવોર્સના મામલામાં મંથલી મેન્ટેન્સ ઉપરાંત વન ટાઈમ સેટલમેન્ટનું ઓપ્શન પણ મળે છે. 

ડિવોર્સ બાદ જો બાળક માતા સાથે નથી રહેતા તો પતિને તેનું પણ ભરણ પોષણ આપવું પડશે. જણાવી દઈએ કે ડિવોર્સની સ્થિતિમાં પત્નીનો પોતાના પતિની સંપત્તિ પર કોઈ અધિકાર નથી રહેતો. મહિલાના બાળકોનો તેમના પિતાની પ્રોપર્ટી પર સંપૂર્ણ અધિકાર હોય છે. ત્યા જ પતિ-પત્નીની કોઈ એવી સંપત્તિ છે જેમાં તે બન્ને માલિક છે તો તેમના સરખા ભાગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ