બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Property Knowledge father transfers property to his sons can the daughter stake claims know legal rights

જાણવા જેવું / પિતાએ મિલકત કરી પુત્રોને નામ, શું છતાંય પુત્રી પ્રોપર્ટી માટે દાવો કરી શકે? જાણો અધિકાર

Arohi

Last Updated: 11:43 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Property Knowledge: આમ તો પિતૃક સંપત્તિને લઈને સ્પષ્ટ કાયદો છે. જેના અનુસાર નક્કી છે કે કોણ કઈ સંપત્તિમાં કેટલું હકદાર છે. પરંતુ તેમ છતાં ઘણી વખત દિકરીઓ પોતાના હકથી વંચીત રહી જાય છે.

  • પિતૃક સંપત્તિને લઈને સ્પષ્ટ કાયદો
  • પુત્રી પ્રોપર્ટી માટે દાવો કરી શકે?
  • જાણો શું છે તમારા અધિકાર

જો કોઈ શખ્સનું વસીયત લખ્યા વગર મોત થઈ જાય છે તો સંપત્તિને લઈને ઉત્તરાધિકારીઓમાં મોટાભાગે કાયદાકીય લડાઈ જોવા મળે છે. ઘણી વખત વ્યક્તિ જીવિત પહેવા છતાં પોતાની વસીયત તૈયાર કરી લે છે. પરંતુ તેના બાદ પણ વિવાદની સ્થિતિ ઉભી થાય છે. 

સંપત્તીને લઈને સ્પષ્ટ કાયદો છે. જેના અનુસાર નક્કી કરવામાં આવે છે કે કોણ કઈ સંપત્તિમાં હકદાર છે અને કોણ નહીં. પરંતુ તેમ છતાં ક્યારેક યુવતીઓ પોતાના હકથી વંચિત રહી જાય છે. જો એવું થાય છે તો તમે કાયદાકીય રસ્તો અપનાવીને હક પરત મેળવી શકો છો. 

દિકરીઓને પ્રોપર્ટીમાં મળી શકે ભાગ? 
હિંદુ સક્સેશન એક્ટ, 1956માં વર્ષ 2005માં સંશોધન કરી દિકરીને પૈતૃક સંપત્તિમાં સમાન ભાગ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. સંપત્તિ પર દાવો અને અધિકારોની જોગવાઈ માટે આ કાયદાને 1956માં જણાવવામાં આવ્યું હતું. તેના અનુસાર પિતાની સંપત્તિ પર દિકરીનો એટલો જ અધિકાર હોય છે જેટલો તેમના દિકરાનો. 

દિકરો પોતાના પિતાની સંપત્તિને પોતાના દિકરાના નામે ટ્રાન્સફર કરે તો 
જો પિતા જીવિત છે અને તેમણે પોતાની સ્વર્જિત સંપત્તિને પોતાના નામે ટ્રાન્સફર કરી દીધી છે ત્યારે દિકરીઓનો તેના પર કોઈ દાવો નથી બનતો. જો પિતાનું મોત થઈ ચુક્યું છે અને સંપત્તિનું ટ્રાન્સફર વસીયત દ્વારા થયું છે તો તે દિકરી તે વસીયતને યોગ્ય કારણના આધાર પર કાર્ટમાં પડકારી શકે છે. 

પરંતુ જો પિતાનું મોત વગર વસીયત લખે થઈ ગયું હોય ત્યારે મૃતકની સંપત્તિમાં દિકરીનો સમાન અધિકાર છે અને તે તે કોર્ટમાં દાવો કરી શકે છે. 

ક્યારે પત્ની પ્રોપર્ટી માટે ન લખી શકે વસીયત 
માની લો કે A એક હિંદુ પુરૂષ હતા. જેનું વાસીહત લખ્યા વગર જ મોત થઈ ગયુ અને ગિફ્ટ ડીડ પ્રોપર્ટી તેમની પોતાની સંપત્તિ હતી. એવામાં પત્ની તેમની પ્રોપર્ટી  માટે વસીયત ન લખી શકે. જો તેમનું મોત વસીયત લખ્યા વગર થયું છે તો હિંદૂઉત્તરાધિકાર કાયદા, 1956 હેઠળ ક્લાસ વનના દરેક ઉત્તરાધિકારીઓની સંપત્તિમાં એક સરખી ભાગીદારી થશે. ક્લાસ 1 ઉત્તરાધિકારીમાં પત્ની, બાળકો અને મૃતકની માતા શામેલ હશે. 

પિતાની સંપત્તિ પર દિકરી ક્યારે ન કરી શકે દાવો? 
સ્વઅર્જીત સંપત્તિના મામલામાં દિકરીનો પક્ષ કમજોર હોય છે. જો પિતાએ પોતાના પૈસાથી જમીન ખરીદી છે. મકાન બનાવ્યું છે કે ખરીદ્યુ છે તો તે જેને ઈચ્છે તેને આપી શકે છે. સ્વઅર્જિત સંપત્તિને પોતાની મરજીથી કોઈને પણ આપવી પિતાનો કાયદાકીય અધિકાર છે. એટલે કે જો પિતાએ દિકરીને પોતાની સંપત્તિમાં ભાગ આપવા માટેનો ઈનકાર કરી દીધો છે તો દિકરી કંઈ ન કરી શકે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ