બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / promoters stock holding pattern in Reliance, Anant-Akash and Isha Reliance stacke in company, Ambani has done smart share allocation

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ / અનંત-આકાશ અને ઈશાનો રિલાયન્સમાં કેટલો ભાગ? અંબાણીએ શેરની સ્માર્ટ રીતે કરી છે વહેચણી "

Dhruv

Last Updated: 06:07 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત વર્ષે રીલાયન્સનના ચેરમેન મૂકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી

દેશની સૌથી મોટી કંપની રીલાયન્સના વારસદારો પાસે કંપનીનો કેટલો સ્ટેક છે. કઈ રીતે મુકેશ અંબાણીએ  કરી છે. વહેચણી 

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની હાલ ટોક ઓફ ધ નેશન સાથે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગની  દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. 3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વિશ્વની  મોટી હસ્તીઓ ગુજરાતના મહેમાન બન્યા  હતા. આ કાર્યક્રમના અનેક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. 

ગત વર્ષે જ રીલાયન્સનના ચેરમેન મૂકેશ અંબાણીએ તેમના સંતાનો, આકાશ, ઈશા અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો, ત્રણેય સંતાનોને  સમાન શેરહોલ્ડિંગ ફાળવવામાં આવી છે. 

કોની પાસે કેટલા શેર છે

ડિસેમ્બર 2023 સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટર  પાસે  કંપનીનો  50.30 ટકા હિસ્સો  છે. તે જ સમયે, પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે. મુકેશ અંબાણી સિવાય અંબાણી પરિવારના છ સભ્યોમાં જેમાં  માતા કોકિલાબેન, પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકોનો  સમાવેશ થાય છે. મુકેશ અંબાણીના ત્રણ બાળકો એટલે કે ઈશા, આકાશ અને અનંત અંબાણી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 80,52,021 શેર સમાન છે.

મતલબ કે ત્રણેય સંતાનો પાસે 0.12 ટકા હિસ્સો છે. મહત્વની વાત એ છે કે મુકેશ અંબાણી કે તેમની પત્ની નીતા અંબાણી પાસે પણ આટલા જ શેર છે. જોકે, માતા કોકિલાબેન  કંપનીમાં 1,57,41,322 શેર અથવા 0.24 ટકા હિસ્સો ધરાવે છે. 

વઘુ વાંચવા જેવું: હવે પાન પસંદ પણ વેચશે અંબાણીની કંપની: ટૂટી-ફ્રૂટી માટે પણ ફાઇનલ થઈ ગઈ ડીલ

ગયા વર્ષે શેરધારકોએ આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 32 વર્ષના ટ્વીન ઈશા અને આકાશને  98 ટકાથી વધુ વોટ મેળવ્યા હતા, જ્યારે 28 વર્ષના અનંતને 92.75 ટકા વોટ મળ્યા હતા. આ સર્વે શેરહોલ્ડરની મંજૂરી બાદ ત્રણે સંતોનોને રિલાયન્સના બોર્ડમાં નિયુક્ત આપવામાં આવી હતી. 

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ