બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Promising marriage with my daughter...:' Tunisha's mother made a shocking revelation through Video

મર્ડર કે સુસાઇડ? / 'લગ્નનું વચન આપીને મારી દીકરી સાથે...:' તુનીશાની માએ Video દ્વારા કર્યો ચોંકાવનારો ખુલાસો

Megha

Last Updated: 01:51 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનીશાની માતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમને કહ્યું કે શીઝાને તેની દીકરી સાથે લગ્ન કરવાનું વચન આપીને યુઝ કર્યો.

  • તુનીશાની માતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે
  • શીઝાને તુનિશા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ.. 

'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'અલી બાબા', 'મહારાણા પ્રતાપ' અને 'ફિતૂર', કહાની 2 જેવી ફિલ્મો સહિતની ટીવી સિરિયલોમાં જોવા મળેલી અભિનેત્રી તુનીશા શર્માએ 24 ડિસેમ્બરે બપોરે ફાંસી લગાવી લીધી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ પછી તેની માતાએ અભિનેતા શીઝાન ખાન પર આરોપ લગાવ્યો કે તેણે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. 

આ બધા વચ્ચે તુનીશાની માતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહે છે કે, 'શીઝાને તુનિશા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ શીઝાના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હતા.' 

તુનિષા શર્માની માતા વનિતા શર્માનો વીડિયો સામે આવ્યો છે. આમાં તે કહી રહી છે કે, 'આજે હું મીડિયાના લોકોને કહેવા માંગુ છું કે શીઝાને તુનિષાને દગો આપ્યો હતો . ખોટું બોલીને તેની સાથે સંબંધમાં આવ્યો હતો. લગ્નનું વચન આપીને તુનિશા સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એ પહેલેથી જ એક યુવતી સાથે સંબંધમાં હતો. તેમ છતાં તેણે તુનીશાને તેના પરએમના ચક્કરમાં ફસાવી હતી. ત્રણથી ચાર મહિના સુધી તેનો ઉપયોગ કર્યો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તેને સજા  મળવી જોઈએ. શીઝાનને છોડશો નહીં. મેં મારી દીકરીને ખોઈ છે. '

તુનિશા શર્મા આશરે 20 વર્ષની હતી અને પ્રસિદ્ધીના ખાસ મુકામે પહોંચી ગઇ હતી. તુનિષાએ 20 વર્ષની ઉંમરમાં 7થી વધુ સીરિયલ્સમાં કામ કર્યુ હતુ. આ સાથે ત્રણ મોટી ફિલ્મોમાં પણ પોતાની અદાકારીથી લોકોનુ દિલ જીતી ચૂકી હતી.અને હાલ મળતી જાણકારી અનુસાર એવું કહેવાય છે કે તુનિશા શનિવારે સવારે સીરિયલના સેટ પર જવા માટે ખુશીથી તેના ઘરથી નીકળી હતી અને પ્રથમ શિફ્ટનું શૂટિંગ પૂરું થયા પછી, શીઝાન અને તુનીશાએ બપોરે 3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ પણ કર્યું હતું. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ દરમિયાન શું થયું કે તુનીશાએ સવારે 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ