બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Proceedings, Theater, PG Girls Hostel, Games Zone Seal at TRP Mall, Ahmedabad

કાર્યવાહી / અમદાવાદના TRP મોલ પર કાર્યવાહી,થિયેટર,પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોન સીલ, આગથી ઘટના પ્રકાશમાં

Dinesh

Last Updated: 08:01 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: AMCએ મોલમાં થિયેટર, હોસ્ટેલને સીલ કર્યુ છે તેમજ પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોનને પણ સીલ કર્યું છે

અમદાવાદના TRP મોલમાં અગાઉ લાગેલી આગ મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે જણાવીએ કે, AMCએ મોલમાં થિયેટર, હોસ્ટેલને સીલ કર્યુ છે. પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોનને પણ સીલ કર્યું છે. મંજૂરીના વિરુદ્ધમાં ઉપયોગ કરાતા AMCએ કાર્યવાહી દોર ચલાવ્યું છે.

AMC તંત્ર હરકતમાં આવ્યું
TRP મોલમાં આગ લાગવાના મામલે AMC તંત્ર હરકતમાં આવ્યું છે. જે રીતે પરવાનગી લેવામાં આવી હતી તેના વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવતા થિયેટર, પીજી ગર્લ્સ હોસ્ટેલ અને ગેમ્સ ઝોનને સીલ મારવામાં આવ્યુ છે.

વાંચવા જેવું: દાહોદ બેઠકમાં પર ભાજપ કે કોંગ્રેસ? કોણ ડામાડોળ, ઈતિહાસ અને જ્ઞાતિ ગણિતથી આ પક્ષ ટેન્શનમાં

જાણો સમગ્ર કેસ
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલાં TRP મોલમાં શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી. TRP શોપિંગ મોલમાં ચોથા માળે બોપલ લક્ઝુરિયસ ગર્લ્સ PG આવેલું હતું. શોપિંગ મોલ હોવા છતાં પણ ત્યાં રેસિડેન્શિયલ PG શરૂ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા PG સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હેતુફેર કરવા અંગે નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, અત્યારે સિલ કરાયું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ