Private coaching classes are like termites, if the schools become profitable, they will fly away, the talented will spring up anywhere.
મહામંથન /
ખાનગી કોચિંગ ક્લાસ ઉધઈ જેવા, શાળાઓ સદ્ધર બને તો તેનો છેદ જ ઉડી જાય, હોશિયાર તો ગમે ત્યાં ઉગી નીકળવાના
Team VTV09:40 PM, 23 May 23
| Updated: 04:47 PM, 24 May 23
કોચિંગના નામે ચાલતી લૂંટ ક્યારે બંધ થશે. કોચિંગ વિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. ત્યારે ખુલ્લેઆમ લૂંટ ચલાવતા ક્લાસિસો પર તવાઈ ક્યારે આવશે.
જયારે 11મું ધોરણ મેટ્રીક કહેવાતું એ સમયની આ વાત છે. આ એ સમય હતો જયારે શાળાનું શિક્ષણ સર્વેસર્વા હતું, શિક્ષણ અને શિક્ષકના નૈતિક મૂલ્યો કેટલા ઉંચા હતા તેની કદાચ આજની પેઢી કલ્પના પણ નહીં કરી શકે. એ સમયે શાળાનો કોઈ વિદ્યાર્થી ખાનગી પ્રકાશનની ગાઈડ વાપરતો માલૂમ પડે તો શાળામાં તે મજાકનું પાત્ર બનતો હતો. આ એ સમયગાળો હતો જયારે ખાનગી ટ્યુશનમાં ભૂલથી પણ અગર જો કોઈને જવું હોય તો મોં સંતાડીને કે રસ્તા બદલીને જવું પડતું. હવે સમયગાળામાં કેવું ધરખમ પરિવર્તન આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ખાનગી પ્રકાશનની ગાઈડ ન વાપરે કે ટ્યુશનમાં ન જતો હોય તો મજાકનું પાત્ર બને છે. ખાનગી કોચિંગ ક્લાસ નામની ઉધઈ કેટલી હદે શિક્ષણને કોરી ખાઈ રહી છે તે આપ સૌ સમજી શકશો. હવે એવુ ચિત્ર જ ઉભુ કરી દેવાયું છે કે જો તમે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરો છો તો શાળા પાસે એ ક્ષમતા જ નથી કે તમને JEE કે NEETની તૈયારી કરાવી શકે અને એટલા માટે તમારે જોડાવું પડશે મસમોટા ખાનગી કોચિંગ ક્લાસમાં. આ કોચિંગ ક્લાસ અને શાળાનું સુનિયોજીત સંગઠીત નેટવર્ક છે કે જેમાં શાળામાં એડમિશન લેવાનું, તેની ફી ભરવાની, હાજરી જરા પણ ફરજિયાત નહીં, સામે પક્ષે JEE કે NEETના કોર્સની તમામ તૈયારી ખાનગી કોચિંગ ક્લાસ કરાવે અને તેની લાખો રૂપિયાની ફી વાલીએ ભરવાની. આ ઘટના VTV NEWSના સ્ટીંગ ઓપરેશનમાં ઉઘાડી પડી જ ચુકી છે ત્યારે સવાલ એ છે કે શું શાળામાં વિદ્યાર્થીઓને ઘડવાની ક્ષમતા નથી એવું ન માત્ર વિદ્યાર્થીઓએ પણ વાલીઓ સહિત સમગ્ર સમાજે માની જ લીધું છે?, શું તમે એલન, આકાશ કે એવી જ માતબર કોચિંગ સંસ્થામાં જશો તો જ તમે ડોકટર કે એન્જિનિયર બની શકશો?
શિક્ષણ માફિયાઓ ઉચ્ચ શિક્ષણને ખતમ કરી રહ્યા છે
ખાનગી ટ્યુશન ક્લાસિસનું શાળાઓ સાથે મોટું સેટિંગ ચાલી રહ્યું છે
ભણતરના નામે શાળા અને ક્લાસિસ મસમોટી કમાણી કરી રહ્યા છે
શિક્ષણ માફિયાઓ ઉચ્ચ શિક્ષણને ખતમ કરી રહ્યા છે. ખાનગી ટ્યુશન ક્લાસિસનું શાળાઓ સાથે મોટું સેટિંગ ચાલી રહ્યું છે. ભણતરના નામે શાળા અને ક્લાસિસ મસમોટી કમાણી કરી રહ્યા છે. ધોરણ 11 અને 12 ઉપરાંત JEE, NEETની તૈયારી કોચિંગ ક્લાસમાં કરાવાય છે. સરકારને અંધારામાં રાખીને શાળાઓ કમાણી કરી રહી છે. વાલીઓએ બંને જગ્યાએ સારા ભવિષ્યની લ્હાયમાં લૂંટાવાનું જ હોય છે. શાળાની ફી ભરવાની સાથે-સાથે ખાનગી કોચિંગ ક્લાસની ફી પણ ભરવાની. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના નામે ઉચ્ચ શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે.
એલન અને આકાશ જેવી ખાનગી કોચિંગ સંસ્થાઓનો દબદબો વધ્યો
વિદ્યાર્થીનું નામ માત્રનું એડમિશન શાળામાં કરાવાય છે
વિદ્યાર્થી માટે શાળામાં જવું ફરજિયાત રહેતું નથી
આવી રીતે સારુ ઉચ્ચ શિક્ષણ મળશે?
એલન અને આકાશ જેવી ખાનગી કોચિંગ સંસ્થાઓનો દબદબો વધ્યો છે. વિદ્યાર્થીનું નામ માત્રનું એડમિશન શાળામાં કરાવાય છે. વિદ્યાર્થી માટે શાળામાં જવું ફરજિયાત રહેતું નથી
ખાનગી કોચિંગ ક્લાસ અને શાળા વચ્ચે સેટિંગ હોય છે. વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષય કોચિંગ ક્લાસમાં ભણાવાય છે. પ્રેક્ટીકલ કે અંગ્રેજી શિખવા માટે શાળાએ જવું પડે છે. શાળાઓ પણ હાજરીનો ખાસ આગ્રહ રાખતી નથી. શાળાની જે કાયદેસરની ફી હોય તે વાલીએ ભરવી પડે છે. સાથે-સાથે કોચિંગ ઈન્સ્ટીટ્યૂટની પણ લાખો રૂપિયાની ફી ભરવી પડે છે. વિદ્યાર્થી અન્ય જિલ્લાની શાળામાં ભણતો હોય તો પણ ઈન્સ્ટીટ્યૂટમાં પ્રવેશ મળે છે. એલન, આકાશ જેવી સંસ્થામાં JEE, NEETને અનુલક્ષીને તૈયારી કરાવે છે. સંસ્થામાં પ્રવેશ માટેનું ફોર્મ પણ 700 રૂપિયાનું હોય છે. ખાનગી કોચિંગ ક્લાસમાં પ્રવેશ માટે પણ પરીક્ષા આપવી પડે છે.
કઈ સ્કૂલ સાથે સેટિંગ?
સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યા નામ
એલન ઈન્સ્ટીટ્યૂટમાં VTV NEWSની ટીમ ગુજરાત બોર્ડના વિદ્યાર્થી તરીકે ગઈ
સ્ટીંગ ઓપરેશનમાં 3 સ્કૂલ સાથે એલન ઈન્સ્ટીટ્યૂટનું સેટિંગ હોવાનું ખુલ્યું
ઘાટલોડિયાની સોલારી સ્કૂલ
ગોતાની સાયોના સ્કૂલ
બોપલની ઉત્કર્ષ સ્કૂલ
સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યા નામ
આકાશ ઈન્સ્ટીટ્યૂટમાં VTV NEWSની ટીમ CBSEના વિદ્યાર્થી તરીકે ગઈ
સ્ટીંગ ઓપરેશનમાં આકાશ ઈન્સ્ટીટ્યૂટનું નિર્માણ સ્કૂલ સાથે સેટિંગ સામે આવ્યું
નિર્માણ સ્કૂલમાં એડમિશન લઈને આકાશ ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ થઈ શક્તો હતો
કોરોના પછી ખાનગી ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા 10% વધી
2018માં દેશભરમાં 30% બાળકો ટ્યુશન ક્લાસમાં જતા હતા
કોરોના પછીના આંકડા સમજો
ટ્યુશન ક્લાસિસનું પ્રમાણ વધવા પાછળ 2021નો ASERનો રિપોર્ટ અગત્યનો છે. કોરોના પછી ખાનગી ટ્યુશનમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા 10% વધી છે. 2018માં દેશભરમાં 30% બાળકો ટ્યુશન ક્લાસમાં જતા હતા. 2021માં 40% બાળકો ખાનગી ટ્યુશન ક્લાસમાં જતા હતા. જેના વાલી ઓછુ શિક્ષણ ધરાવે છે તેના સંતાનો ખાનગી ક્લાસિસમાં જાય છે. ઓછુ શિક્ષણ ધરાવતા વાલીઓના બાળકોમાં ટ્યુશનનું પ્રમાણ 12.6% વધ્યું છે. કેરળ સિવાયના રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ટ્યુશનનું પ્રમાણ વધ્યું હતું.