બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / prithvi shaw controversy mumbai police tells court influencer sapna gill molestation claims false

ક્રિકેટ / પૃથ્વી શૉને મોટી રાહત: સપના ગિલે લગાવેલા આરોપોને મુંબઇ પોલીસે નકાર્યા, કોર્ટ સમક્ષ જણાવી વાસ્તવિકતા

Manisha Jogi

Last Updated: 01:42 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર પર સપના ગિલે લગાવેલ શોષણના આરોપ તદ્દન ખોટા છે. સપના ગિલે 15 ફેબ્રુઆરીના રોજ પૃથ્વી શૉ પર પબમાં શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  • ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉને મોટી રાહત
  • સપના ગિલે લગાવેલ શોષણના આરોપ તદ્દન ખોટા
  • 28 જૂને થશે વધુ સુનાવણી

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉને મોટી રાહત મળી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે લગાવેલ આરોપોને મુંબઈ પોલીસે નકારી દીધા છે. સોમવારે પોલીસે મુંબઈની અંધેરી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું હતું, જેમા જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટર પર સપના ગિલે લગાવેલ શોષણના આરોપ તદ્દન ખોટા છે. સપના ગિલે 15 ફેબ્રુઆરીના રોજ પૃથ્વી શૉ પર પબમાં શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

મુંબઈ પોલીસે પોલીસ ફરિયાદ લેવાની ના પાડતા સપના ગિલે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સપનાના વકીલ અલી કાશિફ ખાને અંધેરી કોર્ટમાં FIR દાખલ કરવા માટે અરજી નાખી હતી, ત્યારપછી મેજિસ્ટ્રેટે આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા માટે પોલીસને આદેશ આપ્યો હતો. 

કોર્ટમાં પૃથ્વી શૉ અને સપના ગિલનો મામલો
પોલીસે CCTV ફૂટેજના આધાર પર  કોર્ટમાં નિવેદન આપ્યું છે કે, ઘટનાસ્થળ પર જે પણ સાક્ષી હતા, તેમાંથી કોઈએ પણ પૃથ્વી શૉને સપના ગિલનું શોષણ કરતા જોયા નથી. સાક્ષીમાં CISF સ્ટાફ પણ હતો. તેઓ જણાવે છે કે, સપના ગિલ જ પૃથ્વી શૉ સાથે ખોટું વર્તન કરી રહી હતી. 

પોલીસે આપેલ રિપોર્ટ અનુસાર સપના ગિલના વકીલે કોર્ટને તે વિડીયો ફૂટેજ જણાવવા માટે આગ્રહ કર્યો હતો. સપના ગિલની એક મિત્રએ જ આ વિડીયો ફોનમાં રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો વાયરલ પણ થયો હતો. કોર્ટે પોલીસને સમગ્ર ઘટનાનો વિડીયો દર્શાવવા માટે કહ્યું છે. 28 જૂન સુધી આ મામલાને સ્થગિત કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 28 જૂનના રોજ કરવામાં આવશે. 

આ ધારાઓ હેઠળ પૃથ્વી શૉ સામે ફરિયાદ
સપના ગિલે ક્રિકેટર પૃથ્વી શૉ સામે ઈન્ડિયન પેનલ કોડની અનેક ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પૃથ્વી શૉ પર ધારા 364, ધારા 509 અને ધારા 324 હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. પૃથ્વી શૉની સાથે તેના મિત્ર આશીષ યાદવનું પણ નામ હતું. સપના ગિલએ આરોપ મુક્યો હતો કે, આશીષ યાદવે તેને બેટથી માર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે સુનાવણી ના કરતા સપના ગિલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ