બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Prime Minister Narendra Modi inaugurated the country first underwater metro tunnel

ઉદ્ઘાટન / ભારતને મળી પ્રથમ અંડર વોટર મેટ્રો ગિફ્ટ, PM મોદીએ બાળકો સાથે માણ્યો સવારીનો આનંદ, જાણો ખાસિયત

Vishal Khamar

Last Updated: 12:55 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં દેશનાં પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આ અંડર વોટર મેટ્રો ટનલ હુગલી નદીની નીચે 16.6 કિલોમીટર લાંબી છે. જેમાં 6 સ્ટેશનોમાંથી ત્રણ સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં દેશનાં પ્રથમ અંડર વોટર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. પાણીની અંદરની મેટ્રો ટનલએ હુગલી નદીની નીચે 16.6 કિલોમીટરમાં  ફેલાયેલી  છે. અંડર વોટર મેટ્રો સ્ટેશન હુગલીનાં પશ્ચિમ કાંઠે હાવડાનાં પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડશે. તેમજ આ અંડર વોટર મેટ્રો સ્ટેશનમાં 6 સ્ટેશનો છે. જેમાથી ત્રણ સ્ટેશનો અંડર ગ્રાઉન્ટ છે. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવતા લોકો પાણીની અંદર મેટ્રોની મજા માણી હતી. 

પ્રોજેક્ટની 10 ખાસ બાબતો

1 - કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે, કારણ કે આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું સ્ટેશન પણ છે.

2- હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ હુગલી નદી હેઠળ બાંધવામાં આવ્યો છે, હાવડા અને સોલ્ટ લેક શહેરો હુગલી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠે આવેલા છે.

3- એપ્રિલ 2023 માં કોલકાતા મેટ્રોએ ટ્રાયલ તરીકે હુગલી નદીની નીચે ટનલ દ્વારા ટ્રેન ચલાવીને ઇતિહાસ રચ્યો, જે ભારતમાં પ્રથમ વખત બન્યું.

4- આ વિભાગ 4.8 કિલોમીટર લાંબો છે જે હાવડા મેદાનને એસ્પ્લેનેડથી જોડશે. આ વિભાગમાં હાવડા મેદાનને પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર હેઠળ સોલ્ટ લેક સેક્ટર V સાથે જોડવામાં આવશે.

5- અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે.

પ્રોજેક્ટની કિંમત કેટલી છે?

આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 8,600 કરોડ રૂપિયા છે. તેમજ મળતી માહિતી મુજબ જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ પ્રોજેક્ટ ખર્ચના 48.5 ટકાનું રોકાણ કર્યું છે.

ટનલ શેની બનેલી છે?
ટનલને પાણીની અંદરના ઉપયોગ માટે યોગ્ય બનાવવા માટે તેના કોંક્રિટને ફ્લાય એશ અને માઇક્રો-સિલિકાથી ડિઝાઇન કરવામાં આવી છે. જે તેને વોટરપ્રૂફ બનાવે છે.

6- એસ્પ્લેનેડ અને સિયાલદાહ વચ્ચે પૂર્વ-પશ્ચિમ સંરેખણનો ભાગ હજુ બાંધકામ હેઠળ છે. જો કે, સોલ્ટ લેક સેક્ટર V થી સિયાલદહ સુધીનો વિસ્તાર પહેલેથી ઉપયોગમાં છે.

7- મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશન (ATO) સિસ્ટમથી ચાલશે. મતલબ કે મેટ્રો ડ્રાઈવર એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગલા સ્ટેશન પર પહોંચી જશે.

8- ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર ભૂગર્ભ છે, જેમાં હુગલી નદીની નીચેની ટનલ પણ સામેલ છે. બાકીનો ભાગ જમીન ઉપર છે.

9- કોલકાતા મેટ્રોનો હેતુ જૂન અથવા જુલાઈની આસપાસ સોલ્ટ લેક સેક્ટર V અને હાવડા મેદાન વચ્ચેના સમગ્ર પૂર્વ-પશ્ચિમ માર્ગ પર વ્યવસાયિક કામગીરી શરૂ કરવાનો છે.

10- અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીની અંદરની મેટ્રોમાં લોકોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ