બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / President of Vishwa Umia Foundation Chairman R P Patel on love jihad Daughters blackmailed parents

ચંગુલ / 'દીકરીઓને લવ જેહાદમાં ફસાવી મા-બાપને બ્લેકમેઇલ કરે છે' : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા

Vishnu

Last Updated: 09:58 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજની દિકરીઓ લવ જેહાદનો ભોગ બની રહી છેઃ આર.પી.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ

  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખની ચિંતા
  • આર.પી.પટેલે લવ જેહાદ પર કરી વાત
  • દીકરીઓને લવ જેહાદનો શિકાર બને છે

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી પ્રેમમાં ફસાવી તરછોડી દેવાના બનાવો બહાર આવી દેવામાં આવ્યા છે અથવા તો લવજેહાદમાં ફસાવી મા બાપને હેરાનકરી તેમના સામે કેસોથી લઈ પ્રોપર્ટી પડાવી લેવાના પણ કારસા રચાઇ રહ્યા છે. ઘણા એવા પણ બનાવો બન્યા છે કે દીકરી પોતના મા બાપને ઓળખવા સુધી પણ સ્પષ્ટ ઈનકાર કરી દે છે. હાલ અનેક યુવતીઓ આ માયાજાળમાં ફસાઈ રહી છે. લવજેહાદને કાબૂમાં લેવા કાયદાઓ પણ કડક બનાવવામાં આવ્યા છે તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે

લવ જેહાદમાં દીકરીઓને ફસાવાય છે બાદમાં માતા પિતાને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે: 
ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે લવ જેહાદના કિસ્સાઓ વધતાં ચિંતા વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે સમાજની દીકરીઓ લવ જેહાદનો ભોગ બની રહી છે. દીકરીને લવ જેહાદમાં ફસાવી મા-બાપને બ્લેકમેઇલ કરે છે, માતા-પિતાની પ્રોપર્ટી પડાવી લેવાના કિસ્સા બન્યા છે. ત્યારે માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે અને વધુમાં પાટીદાર સમાજના લોકોને અપીલ કરતાં કહ્યું કે દીકરીઓનું ધ્યાન રાખો તો લવજેહાદના ચક્રમાં જતી અટકી શકે

લવ જેહાદના કાયદામાં શું જોગવાઇઓ છે?

  • કાયદામાં આરોપીને 4થી 7 વર્ષની કેદ ઉપરાંત દંડ
  • 2 લાખથી ઓછા નહીં એટલા દંડની જોગવાઇ
  • સગીર અને SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જેલ
  • સગીર,SC-ST સ્ત્રી સાથેના ગુનામાં 3 લાખથી ઓછીં નહીં એટલો દંડ
  • લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ લેવાશે પગલાં
  • સંસ્થા-સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા,5 લાખનો દંડ
  • અધિનિયમ 2003ના 22માં અધિનિયમની કલમમાં સુધારો
  • બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
  • સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
  • લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
  • સ્ત્રી સાથે લોહીનો સબંધ ધરાવતા સંબંધી ફરિયાદ કરી શકશે
  • લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી
  • આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
  • ગુનાની તપાસ SP અને DySP કરશે

લવ જેહાદ શું છે?
લવ જેહાદની કથિત પરિભાષા કંઈક એવી છે કે મુસ્લિમ યુવક બિન મુસ્લિમ યુવતીને ટાર્ગેટ કરી ખોટું બોલી પ્રેમના જાળમાં ફસાવે છે. જે બાદ તેનું ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરે છે.2009માં આ શબ્દ ઘણો જ પ્રચલિત થયો હતો. કેરળ અને કર્ણાટકથી જ આ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો. જે બાદ UK અને પાકિસ્તાન સુધી પહોંચ્યો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ