બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Preparing to restart sea-planes in Gujarat: The system has taken a big decision

કવાયત / ગુજરાતમાં ફરી સી-પ્લેન શરૂ કરવાની તૈયારી: તંત્રએ લીધો મોટો નિર્ણય, જાણો કેટલા રૂપિયાની હોઈ શકે ટિકિટ

Priyakant

Last Updated: 08:30 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sea Plane News: રિવરફ્રન્ટથી SOU સુધી સી-પ્લેન સર્વિસ માટે ટેન્ડર મંગાવાયા, નવી શરતો મુજબ પાયલોટ પાસે સી પ્લેન ઉડાડવાનો ઓછામાં ઓછો 500 કલાકનો અનુભવ પણ જરૂરી

  • ફરીથી સી-પ્લેન શરૂ કરવા તજવીજ હાથ ધરાઈ
  • રિવરફ્રંટથી SOU સી-પ્લેન સર્વિસ માટે ટેન્ડર મંગાવાયા
  • સી-પ્લેન સર્વિસ ટેન્ડરમાં કેટલી શરતોનો ઉમેરો કરાયો

ગુજરાતમાં ફરી એકવાર સી-પ્લેનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં ફરી સી-પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ રિવરફ્રન્ટથી SOU સુધી સી-પ્લેન સર્વિસ માટે ટેન્ડર મંગાવાયા છે. મહત્વનું છે કે, સી-પ્લેન સર્વિસ ટેન્ડરમાં અમુક શરતો ઉમેરવામાં આવી છે.  

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. માહિતી મુજબ આ ટેન્ડર જમા કરાવવા માટેની અંતિમ તારીખ 26 જૂન છે. તો વળી આ વખતે ટેન્ડરમાં નવી શરતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શરત સી પ્લેનનું એરક્રાફ્ટ 12વર્ષથી વધુ જૂનું હોવું જોઇએ નહીં તેની છે. આ સાથે પાયલોટ પાસે સી પ્લેન ઉડાડવાનો ઓછામાં ઓછો 500 કલાકનો અનુભવ પણ જરૂરી કરાયો છે.

નવા સી-પ્લેન સર્વિસમાં કયા નિયમો 
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં આ વખતે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ અમદાવાદથી કેવડિયા વચ્ચે દિવસની ચાર ટ્રિપ કરવાની રહેશે, મહિનાની 100 ટ્રિપ થવી જોઇએ. નવી શરતમાં એરક્રાફ્ટ 12થી જૂનું ન હોવાનો ઉલ્લેખ, એરક્રાફ્ટ 9થી 19 સીટરનુ હોવું જોઈએ, પાયલોટને સી-પ્લેનનો 500 કલાકનો અનુભવ જરૂરી કરાયો છે. આ સાથે સી-પ્લેનની વધુમાં વધુ 5 હજાર રૂપિયા ટિકિટ રાખી શકાશે. 

2021 થી બંધ છે સી-પ્લેન સર્વિસ
વિગતો મુજબ સી પ્લેન સર્વિસ 2021 થી બંધ છે. જોકે હવે અચાનક તંત્ર દ્વારા આ અંગે ફરી એકવાર કવાયત શરૂ કરી છે. જેને લઈ હવે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી પ્લેન સર્વિસ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે.વિગતો મુજબ તો આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સી પ્લેન સર્વિસ ફરી શરૂ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ