બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Prabhas will act as lord vishnu in his upcoming film project k

બોલિવૂડ / પ્રભુ શ્રીરામ બાદ હવે ભગવાન વિષ્ણું બનશે પ્રભાસ, લીક થઈ ગઈ પ્રોજેક્ટ કેની કહાની, ખુલ્યું આ મોટું રહસ્ય

Vaidehi

Last Updated: 06:27 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150 કરોડ રૂપિયાની ફીઝ લીધાં બાદ પ્રભાસ આવનારી ફિલ્મમાં મોર્ડન યુગનાં ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવતા દેખાશે.

  • આદિપુરુષનાં વિવાદ બાદ પણ પ્રભાસની વાહવાહી
  • શ્રીરામ બાદ હવે ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવશે પ્રભાસ
  • મોડર્નયુગનાં ભગવાન વિષ્ણુ બની દુશ્મનોને આપશે લડત

સાઉથનાં સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પર અનેક વિવાદો થયા છે તેમ છતાં પ્રભાસની ફેન ફેન ફોલોઈંગ ઓછી થઈ નથી. લોકોએ ફિલ્મમાં પ્રભુ શ્રીરામનું પાત્ર ભજવી રહેલા પ્રભાસની એક્ટિંગનાં ખૂબ વખાણ કર્યાં હતાં. જો કે ફરી એકવાર પ્રભાસ લોકોની વચ્ચે ચર્ચાનો એક વિષય બની ગયાં છે. 

હવે પ્રભાસ ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવશે
આદિપુરુષ બાદ હવે પ્રભાસ નવી 2 ફિલ્મો પર કામ કરી રહ્યાં છે: 1.'સાલાર' અને 2. 'પ્રોજેક્ટ કે'. લોકો પ્રભાસની અપકમિંગ આ બંને ફિલ્મોથી ઘણી આશાઓ છે. માહિતી અનુસાર 'પ્રોજેક્ટ કે'માં પ્રભાસ ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવવાનાં છે.

150 કરોડ રૂપિયાની લીધી ફીઝ
માહિતી અનુસાર પ્રભાસની અપકમિંગ ફિલ્મ 'પ્રોજેક્ટ કે' ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે પ્રભાસે 150 કરોડ રૂપિયાની ફીઝ લીધી છે. માહિતી અનુસાર આ ફિલ્મનું કુલ બજેટ 650 કરોડ રૂપિયા છે.  ચોંકાવનારી વાત તો એ છે કે આદિપુરુષમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યાં બાદ હવે પ્રોજેક્ટ કે મૂવીમાં પ્રભાસ ભગવાન વિષ્ણુનાં રૂપમાં સિનેમાઘરોમાં દેખાશે.

'પ્રોજેક્ટ કે'ની સ્ટોરી લીક
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ની સ્ટોરી લીક થઈ ગઈ છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ચારેય બાજુ નકારાત્મક પ્રતિભાવો મળ્યાં હોવા છતાં આદિપુરુષમાં પ્રભાસની એક્ટિંગ લોકો વખાણી રહ્યાં છે. હવે તમામ ફેન્સની નજર પ્રભાસની આવનારી આ 2 ફિલ્મો પર છે. 'પ્રોજેક્ટ કે'ફિલ્મ 12 જાન્યુઆરી 2024નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે.

મોડર્ન યુગનાં ભગવાન વિષ્ણુ બનશે પ્રભાસ
પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મ 'પ્રોજેક્ટ કે' માર્વેલની ફિલ્મોની જેમ સાયન્સ ફિક્શન, ફેંટસી, સુપરનેચરલ એક્શન મૂવી છે. આ ફિલ્મ અનિષ્ટ પર સારાની જીતની એક સામાન્ય સ્ટોરી છે. પ્રભાસ આ યુગનાં ભગવાન વિષ્ણુનાં અવતારમાં નજર આવશે. આ અવતાર એખ મોડર્ન હીરો છે જે મોડર્ન હથિયારોની સાથે આ યુગનાં ખલનાયકોને લડત આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ