બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Power lines will now be buried in Ghuma area in Ahmedabad

અમદાવાદ / હવે વીજપોલ પર નહીં લટકે વીજતાર! 1094 કિમી અંડરગ્રાઉન્ડ વીજલાઈન નંખાશે, 45 હજાર કરોડની યોજના

Vishal Khamar

Last Updated: 11:06 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ તારને અડી જવાથી મોતની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે.. સુરેન્દ્રનગરમાં અને અમદાવાદમાં તાજેતરમાં જ આવી ઘટનાઓ બની... પરંતુ હવે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિને લટકતા વીજતારથી જીવ નહીં ગુમાવવો પડે. કારણ કે, વીજતાર થાંભલા પર લટકશે નહીં, જમીનમાં દંટાઈ જશે.

  • જીવતા તાર જમીનમાં દટાશે
  • હવે વીજપોલ પર નહીં લટકે વીજતાર
  • કુદરતી આપદાઓને પહોંચી વડવા તૈયારી
  • કરંટ લાગવાથી થતાં મોત હવે નહીં થાય 

તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં વીજ કરંટ લાગતા ટ્રેક્ટરમાં સવાર 3 શ્રમિકોના મોત થયા હતા. તો ઉત્તરાયણ પર પક્ષીને બચાવવા જતા વીજ તારને અડી જવાથી એક ફાયર મેનનું મોત થયું હતું. આવી અનેક ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં સામે આવી છે. તેવામાં આવી ઘટનાઓને અટકાવવા માટે વીજ કંપનીઓએ વીજપોલ પર લટકતા તારને હટાવી, અંડરગ્રાઉન્ડ વીજ લાઈનનું કામ શરૂ કર્યું છે. જેથી કરીને ભવિષ્યમાં શેરીઓથી લઈને સોસાયટીઓ અને રસ્તા પર પણ ક્યાંય લટકતા વીજતાર નહીં જોવા મળે. વારંવાર કરંટના કારણે બનતી ઘટનાઓને અટકાવવા હાલ વીજ કંપનીઓએ અન્ડરગ્રાઉન્ડ વીજલાઈનની કામગીરીને પણ વધુ વેગવંતી બનાવી છે. 

જમીનમાં વીજલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઘુમા વિસ્તારમાં ફાયરમેનના મોતની ઘટના બાદ હાલ વીજકંપની દ્વારા જમીનમાં વીજલાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ છે. આવી જ રીતે બોપલ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. તો શહેરના છેવાડે આવેલા નરોડા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા 9 સ્કેલમાંથી 3 સ્કેલમાં હાલ કામગીરી હાથ ધરાઈ છે. એટલે કે, આગામી વર્ષોમાં આ વિસ્તારોમાં ક્યાંય પણ લટકતા વીજતાર નહીં જોવા મળે. 

વધુ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું 5.5 કિલો સોનું જપ્ત, કેરળથી મળેલા એક ઈનપુટે શરીરમાંથી સોનું કાઢ્યું

અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
હાલ અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે વીજ વિભાગને 25 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે. આમ આગામી વર્ષોમાં શહેરથી લઈ ગામડા સુધી વીજ લાઈનનો અંડરગ્રાઉન્ડ થઈ જશે. અવાર-નવાર બનતી દુર્ઘટનાઓનો અંત આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ