બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar Kutiana Devda village Mass suicide Mother two children jumping into well

આપઘાત / માસૂમોનો શું વાંક! દેવડા ગામે માતાએ બે બાળકો સાથે કુવામાં લગાવી મોતની છલાંગ, ત્રણેયના મૃત્યુ

Vishnu

Last Updated: 08:26 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દિવસે દિવસે હત્યા, અપહરણ, આપઘાત અને દુષ્કર્મ કેસમાં વધારો થઈ રહ્યો છે

  • પોરબંદરના કુતિયાણામાં સામુહિક આપઘાત
  • માતાએ બે બાળકો સાથે કુવામાં કૂદી કર્યો આપઘાત
  • ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા

પોરબંદરના કુતિયાણામાં સામુહિક આપઘાત ઘટના સામે આવતા ચકચાર મચી છે. દેવડા ગામે માતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટુકાવ્યું છે. દેવડા ગામની પરણિત મહિલા પોતાના બે બાળકો સાથે કૂવામાં કૂદી ગઈ હતી. જે બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તાત્કાલિક  કુતિયાણા પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આપઘાતનું કારણ અકબંધ
આત્મહત્યા કેમ કરી તેનું કારણ જાણી શકાયું નથી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ત્રણેય મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આપઘાતની ઘટના બનતા દેવડા ગામ અને આસપાસના વિસ્તાર તેમજ પરિવાર શોકમાં ગરકાવ છે. 

તો આ તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપઘાત કરવા જતી યુવતીને સમજાવી બચાઈ
શનિવાર-રવિવાર હોવાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના શહેર સુરતમાં પહોંચ્યા હતા. દરમિયાન શનિવારે રાત્રે તેઓ અડાજણ વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા નીકળ્યા હતા. ત્યારે પાલ ઉમરા બ્રિજ પાસે એક યુવતી નદીમાં મોતની છલાંગ લગાવવા જઈ રહી હતી. તે સમયે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી હતી.તે સમયે હર્ષ સંઘવીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેમણે ભીડ જોતા ગાડી રોકાવી હતી. તેઓ ગાડીમાથી ઉતરી ટોળા તરફ ગયા હતા અને સમગ્ર મામલો જાણ્યો હતો.તેમણે જાણ્યુ કે યુવતી આત્મહત્યા કરવા જઈ રહી છે, તો તેમણે યુવતીને સમજાવી હતી. પોતાના કાર્યક્રમની ચિંતા કર્યા વગર તેમણે યુવતીનો જીવ બચાવવા સમય ફાળવ્યો હતો. પાંચ મિનિટ સુધી તેમણે યુવતીને સમજાવી હતી,બાદ યુવતીને પોલીસ સ્ટેશન મોકલીને તેની ફરિયાદ લેવા પણ મદદ કરાવી હતી. તેમણે બનતી મદદ કરવાની ખાતરી આપીને યુવતીને આત્મહત્યા ન કરવા સમજાવી હતી. જેના બાદ યુવતીએ પોતાનું મન વાળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ