બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / સુરત / Police raids at Red Pearl Spa on Dumas Road, Surat

કાર્યવાહી / સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ, થાઈલેન્ડની મહિલાને પોલીસે મુક્ત કરાવી, સંચાલક વૉન્ટેડ જાહેર

Vishal Khamar

Last Updated: 03:52 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે થાઈલેન્ડની મહિલાને દેહ વ્યાપારમાંથી મુકત કરાવી છે. જ્યારે સ્પા સંચાલકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાાહી હાથ ધરી છે.

  • સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ
  • ડુમસ રોડ પરનાં રેડ પર્લ સ્પામાં પોલીસે રેડ કરી મહિલાને મુક્ત કરાવી
  • સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી

થોડા સમય અગાઉ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પા સેન્ટરો પર દરોડા પાડી સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પરંતું તે બાદ ફરી સ્પા સેન્ટરો ધમધમતા થઈ જવા પામ્યા હતા આજે સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થવા પામ્યો છે. સુરતનાં ડુમસ રોડ પરનાં રેડ પર્લ સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે બાતમીનાં આધારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી
સુરત પોલીસે આજે ડુમસ રોડ પર આવેલ રેડ પર્લ સ્પામાં પોલીસે રેડ કરી થાઈલેન્ડની મહિલાને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાઈ હતી. મહિલાઓને ગ્રાહકો પાસે મસાજ કરવાનાં બહાને દેહ વ્યાપાર કરાવાતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉમરા પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી હતી. સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ગત રોજ સુરતનાં સ્પા સંચાલક યુવતિને માર મારોત વીડિયો વાયરલ થયો હતો
ગત રોજ સુરતના પાલ વિસ્તારના ભાગ્યરત્ન એપાર્ટમેન્ટમાં પીપલ્સ વેલનેસ સ્પાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ સ્પામાં કામ કરતી યુવતીએ 15 દિવસનો પગાર માગ્યો હતો. જોકે પિયુષ ગાંધી નામના સંચાલકે પગાર આપવાનો ઇનકાર કરતાં ઝઘડો થયો હતો. જે બાદમાં સ્પામાં સંચાલકે યુવતી સાથે ઝપાઝપી કરી મારામારી કરતાં વિવાદ થયો છે. આ તરફ હવે સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ શરૂ થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ