બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / વડોદરા / Police personnel caught violating Gujarat DGP's order: Black film on vehicles-police nameplates, see VTV's reality check

VTV રિયાલિટી ચેક / ગુજરાતનાં DGPના આદેશનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા પોલીસ જવાનો: વાહનો પર બ્લેક ફિલ્મ-પોલીસની નેમપ્લેટ, જુઓ VTVનું રિયાલિટી ચેક

Malay

Last Updated: 03:57 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: DGP વિકાસ સહાયના પરિપત્રના પાલન મુદ્દે VTV ન્યૂઝનું રિયાલિટી ચેક, વડોદરા પોલીસ ભવનમાં જ પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું.

  • વડોદરામાં DGPના પરિપત્રનો ઉલાળિયો 
  • પોલીસ ભવનમાં VTV ન્યૂઝનું રિયાલિટી ચેક 
  • વાહનો પર 'P' કે 'POLICE' લખેલું જોવા મળ્યું 

Vadodra News: ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયોમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસકર્મીઓને ફરજિયાત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આજે VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં વડોદરા પોલીસ ભવનમાં જ DGPના પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. 

VTV ન્યૂઝની ટીમ પહોંચી પોલીસ ભવન ખાતે
VTV ન્યૂઝે પરિપત્રના પાલન મુદ્દે વડોદરામાં રિપાલિટી ચેક કર્યું હતું, VTV ન્યૂઝની ટીમ વડોદરા શહેરમાં પોલીસ ભવન ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસકર્મીઓની ગાડીમાં કાળા કાંચ જોવા મળ્યા હતા અને પોલીસકર્મીઓના વાહન પર પોલીસ લખેલુ જોવા મળ્યું હતું.

વાહનો પર 'POLICE' લખેલું જોવા મળ્યું 
VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં વડોદરામાં પોલીસકર્મીઓના વાહનો પર 'P' અથવા 'POLICE' લખેલું જોવા મળ્યું હતું. તો કેટલીક કારમાં ડાર્ક ફિલ્મ પણ લગાવેલી જોવા મળી હતી. ટુ વ્હીલર પર મોટાભાગે પોલીસનું લખાણ જોવા મળ્યું હતું. પોલીસ જવાનોએ હજી સુધી DGPના પરિપત્રનું પાલન કર્યું નથી, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ટ્રાફિક પોલીસ ક્યારે કરાવશે DGPના પરિપત્રનું પાલન?

પોલીસ ભવનમાં જ DGPના પરિપત્રનું ઉલ્લંઘન 
આપને જણાવી દઈએ કે, રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કરીને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના તાબામાં આવતાં પોલીસ કર્મચારીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સૂચના આપવા જણાવ્યું છે. જોકે, વડોદરાના પોલીસ ભવનમાં જ DGPના પરિપત્રનું ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું.  

પરિપત્રમાં શું જણાવ્યું છે?
- ટ્રાફિકના કર્મચારીઓએ ટ્રાફિકની ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની ગરિમા જળવાઇ તે રીતે ફરજ બજાવવી જોઇએ. જ્યારે યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હીલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહીં જવા સૂચના
- યુનિફોર્મમાં ફોર-વ્હીલર લઈને જતા હોય ત્યારે હંમેશાં સીટ બેલ્ટ લગાવવો જોઇએ, ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સૂચના અપાઈ છે
- ટૂ-વ્હીલ૨ અને ફોર-વ્હીલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોય છે, જે ન હોવી જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ