બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Police nabbed three with fake notes in Rajkot

બનાવટી નોટ / 2000ની નોટ બેન્કમાં જ પરત કરજો.! નહીંતર તમારી સાચી નોટના બદલામાં ખોટી પધરાવી દેશે, રાજકોટમાં કારસ્તાનનો પર્દાફાશ

Kishor

Last Updated: 06:30 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના મોરબી રોડ પર રૂા.100 અને 500ના દરની જાલીનોટ છાપવાનું મસમોટું કારસ્તાન એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી પાડ્યું છે.

  • રાજકોટમાં જાલીનોટ છાપવાનું મસમોટું કારસ્તાન
  • પોલીસે  રૂા.23.44 લાખની જાલીનોટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા
  • આર્થિક ભીંસથી યુટ્યુબમા વીડિયો જોઈ શરૂ કર્યું કૌભાંડ

સરકાર દ્વારા રૂ.2 હજારની નોટને ચલણમાંથી પરત ખેંચવા તમામ બેંકોને આદેશ આપ્યા બાદ લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા દોડધામ કરી રહ્યા છે.ત્યારે આ તકનો લાભ ઉઠાવવા રૂ.2 હજારના નોટના બદલામાં રૂ.500 અને 100ની નકલી નોટ છાપવાનું શરૂ કરી અને બજારમાં તેને ફેલાવવાનો કારસો રચાયો હતો.આ મામલે રાજકોટના મોરબી રોડ પર રૂા.100 અને 500ના દરની જાલીનોટ છાપવાનું મસમોટું કારસ્તાન એલસીબી ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે  રૂા.23.44 લાખની જાલીનોટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલી જાલીનોટ છાપી, ચલણમાં વહેતી કરી તે અંગે હવે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ આરોપીઓને  દબોચી લીધા

જાલી નોટ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓમાં નિકુંજ અમરશી ભાલોડીયા(ઉ.વ.35 રહે, મોરબી રોડ,અમૃત પાર્ક મેઈન રોડ,બ્લોક નં.1),વિશાલ બાબુભાઈ ગઢીયા (ઉ.વ. 45 રહે. પાટીદાર ચોક, બાલાજી પાર્ક શેરી નં.5,સાધુ વાસવાણી રોડ) અને વિશાલ વસંતભાઈ બુધ્ધદેવ (રહે. પાટીદાર ચોક પાસે, પામ સીટી, ફલેટ નં. ઈ/904, સાધુ વાસવાણી રોડ)ને દબોચી લેવામાં પોલીસને સફળતા સાંડપી છે.

પ્રથમ 500ના દરની 200 જાલીનોટ સાથે ઝડપી
પોલીસે બાતમીના આધારે પ્રથમ આરોપી વિશાલ ગઢિયાની સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી નીરા ડેરીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી વિશાલ અને તેના મિત્ર વિશાલ બુધ્ધદેવને 500ના દરની 200 જાલીનોટ સાથે ઝડપી લીધા હતા. બંનેને ક્રાઇમ બ્રાન્ચે લઈ જવાયા હતા ત્યાં આ બંનેની સઘન પૂછપરછ કરતા આ જાલીનોટ નિકુંજ ભાલોડીયા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી અને બંનેને સાથે રાખી નિકુંજના જુના મોરબી રોડ પર અમૃત પાર્કમાં આવેલા મકાનમાં દરોડો પાડતા ત્યાંથી રૂા.22.44 લાખની રૂ.500 અને 100ના દરની જાલીનોટો મળી આવી હતી.

પોલીસ તપાસનો ધમધમાટ

વધુમાં પૂછપરછમાં નિકુંજ તેના મકાનમાં ઉપરના માળે આવેલા કોમ્પ્યુટરમાં જેપીજી ફાઈલને ફોટોશોપમાં એડીટ કરી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનરની મદદથી જાલીનોટ છાપતો હતો. ત્રણેય આરોપીઓ પાસેથી રૂા.500ના દરની 4622, રૂા. 100ના દરની 335 જાલીનોટો કબ્જે કરવામાં આવી છે.નિકુંજના મકાનમાંથી સ્કેનર કમ પ્રિન્ટર અને કોમ્પ્યુટર સિસ્ટમ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન પણ કબ્જે કરાયા હતા.આરોપી નિકુંજ છેલ્લા કેટલા સમયથી જાલી નોટો છાપે છે? અત્યાર સુધી કેટલી જાલીનોટો બજારમાં ફરતી કરવામાં આવી છે?


આ મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ત્રણેયની પૂછપરછ શરૂ કરી છે તેમજ તેઓને રિમાન્ડ પર લેવા પણ તજવીજ આદરી છે. તપાસમાં સામે આવ્યું કે નિકુંજે યુ-ટ્યુબ અને ઇન્ટરનેટમાં જોઈ સૌ પ્રથમ 1 લાખની રૂ.500ના દરની નોટ છાપી વિશાલ ગઢિયાને આપી હતી.નિકુંજની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,પોતે આર્થિક ભીંસ દૂર કરવા માટે તેણે અંદાજે અઢી માસ પહેલા જાલીનોટ છાપવાનું શરુ કર્યું હતુ. નિકુંજને કારખાનામાં ખોટ આવી,આર્થિકભીંસમાં મુકાયા બાદ જાલીનોટ છાપવાનું ચાલુ કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ